Gandhinagar News/ ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ

મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: મહિલા દર્દીઓની સારવારના CCTV વીડિયો વાયરલ થવાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CCTV ફૂટેજને પોતાના ઘરોમાં, ઓફિસમાં કેવી રીતે સુરક્ષિત રાખવા, સાયબર એક્સપર્ટ પાસે તેનું ઓડિટ કરાવવું વગેરે બાબતોનું ધ્યાન રાખી કેવી રીતે મહિલાઓની સુરક્ષા અટકાવી  શકાય છે તેના પર ગૃહમાં જવાબ આપ્યો હતો.

મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છે ત્યારે CCTV કેમેરા સાથે જોડેલા વાઇફાઇનો ઓપન કે નબળો પાસવર્ડ તથા નબળા સિક્યુરીટી (Weak Security) સેટીંગ હેકર્સ માટે વીડિયો હેક (Video Hacking) કરવાનું સરળ બનાવી દે છે. ટેક્નોલોજીની કેટલીક એરરનો આવા હેકર્સ લાભ લેતા હોય છે. CCTV ઘરમાં કે ઓફિસમાં ઈન્સ્ટોલ કરાવશો તો તમારે યુઝરનેમ અને પાસવર્ડ સમયાંતરે બદલવા પડશે. પાસવર્ડ ખૂબ જ મજબૂત બનાવવો પડશે, સમયાંતરે તેનું સાયબર નિષ્ણાતો પાસે ઓડિટ (Audit) કરાવવું પડશે.

જો CCTV હેકિંગ થયું તો રીઅલ ટાઈમ અપડેટ તમને મળતું રહેશે. તેમણે કહ્યું કે, મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન આવે તેને ઈનેબલ કરવાથી તમે જરૂર સુરક્ષિત રહી શકશો. રિમોટ એક્સેસ જરૂર હોય તો VPNનો ઉપયોગ કરવો. વીડિયો રેકોર્ડર કે ડીવીઆર લોક કરેલા સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ રોકી શકાય. હાર્ડવેર અને સોફ્ટવેર માટે ફાયરવોલનો ઉપયોગ કરવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાયલ હોસ્પિટલ ચકચારી કેસમાં CCTV વાયરલ કરનારા બે હેકર્સ સહિત ત્રણ ઝડપાયા

આ પણ વાંચો: CCTV ફૂટેજ વેચવાના કૌભાંડ કરનારા ત્રણેયને સાયબર ક્રાઇમ આજે લાવશે અમદાવાદ

આ પણ વાંચો: રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી