Patan News: બનાસકાંઠા (Banaskantha) બાદ પાટણ(Patan)માં ગેરકાયદેસર લકી ડ્રો(Lucky Draw)ની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં હારીજ પોલીસે કાર્યવાહી કરી છે. લકી ડ્રોના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાનું ખુલ્લેઆમ કાવતરું રચવામાં આવ્યું હતું.
થોડા દિવસો પહેલા બનાસકાંઠામાં ગેરકાયદેસર લકી ડ્રોની ઘટના સામે આવી હતી. ત્યારબાદ તાજેતરમાં પાટણના હારીજમાં લકી ડ્રો કાર્યક્રમ યોજાવાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિ અને પુરસ્કાર યોજનાના નામે ડ્રો યોજવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 399 રૂપિયાના કૂપનમાં 5001 ઇનામો રાખવામાં આવ્યા હતા, જેમાં કાર, ટ્રેક્ટર અને બાઇકનો સમાવેશ થતો હતો. પછી લકી ડ્રો યોજાય તે પહેલાં, LCB અને સ્થાનિક પોલીસે કેટલાક આયોજકોની અટકાયત કરી.

અટકાયત કરાયેલા આયોજકોને હારીજ પોલીસ (Harij Police) સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જેમાં લકી ડ્રો કૂપન આયોજક તરીકે અશોક માળીનું નામ સામે આવ્યું. તો પછી લકી ડ્રોનો માસ્ટરમાઇન્ડ અશોક માળી છે કે કોઈ અન્ય અશોક માળી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાની રસી લેનાર માટે થશે ડ્રો, વિજેતાને આપવામાં આવશે 60 હજારનો મોબાઇલ
આ પણ વાંચો:બનાસકાંઠામાં ખનીજ ચોરી કેસમાં મશીન માલિક ના આગોતરા જામીન રદ
આ પણ વાંચો:બનાસકાંઠાના થરાદમાં તસ્કરોનો ત્રાસ, બે બંધ મકાનના તાળા તૂટ્યાં
