Surat News/ સુરતમાં હાથનું પ્રત્યારોપણ કરી 5ને નવજીવન બક્ષ્યું

નરેન્દ્ર શ્રૃંગીના પરિવાર દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. 

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat) ખાતે ખાનગી હોસ્પિટલમાં હાથનું પ્રત્યારોપણ (Transplant) કરાયું છે. 28 વર્ષીય બ્રેઈનડેડ (Braindead) દર્દીના અંગોનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે.

રાજ્યમાં પ્રથમવાર સુરત શહેરની એક ખાનગી હોસ્પિટલમાં 28 વર્ષના એક યુવક નરેન્દ્ર શ્રૃંગીના અંગોનું પરિવારે દાન કર્યું હતું, દર્દી નરેન્દ્ર શ્રૃંગીને જમણા પગ અને હાથમાં નબળાઈ હતી. મગજમાં સોજો અને હેમરેજ હોવાથી કેમિકલ પ્લાસ્ટી કરાઈ હતી. કેન્ટીનમાં નાસ્તો કરતા સમયે અચાનક બેભાન થઈ ગયા હતા. નરેન્દ્ર શ્રૃંગીના પરિવાર દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે.

તબીબોએ ગોવાની યુવતીમાં બ્રેઈનડેડ દર્દીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કર્યુ હતું. તેમના અંગોના દાનથી અન્ય 5 વ્યક્તિને નવું જીવન મળ્યું હતું. દર્દીની 2 કિડની, 2 ચક્ષુ સાથે હાથનું દાન પણ કરવામાં આવ્યું હતું. ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધીમાં કુલ 1294 અંગોના દાન કરાવવામાં આવ્યું છે. દેશ-વિદેશના કુલ 1191 વ્યક્તિઓને નવું જીવન, નવી દ્રષ્ટિ મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પત્ની બ્રેઇનડેડ થતાં પતિએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો, 4 જરુરિયાતમંદોને મળશે નવજીવન

આ પણ વાંચો:જરૂરિયાતમંદોને નવજીવન આપવા ગુજરાત અગ્રેસર: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો:સુરતમાં તબીબ બ્રેઈનડેડ થતાં 7 લોકોને નવજીવન બક્ષ્યું