Surat News/ ચૈતર વસાવાનો બૂટલેગર સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ, ચૈતરે કરી સ્પષ્ટતા

સુરત એક લગ્નપ્રસંગમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવા એક બૂટલેગર સાથે ઠૂમકા મારતા હોય તેવો વીડિયો વાયરલ, વસાવાએ કર્યો પડ્યો ખુલાસો.

Top Stories Gujarat Surat

Surat News : આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા તાજેતરમાં એક વિવાદમાં ફસાયા છે. એક લગ્ન સમારોહમાં બુટલેગર સાથે ડાન્સ કરતા હોવાનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના સુરતના અમરોલીમાં બની હતી, જ્યાં વસાવા એક મિત્રના બહેનના લગ્નમાં હાજરી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયોમાં વસાવા એક વ્યક્તિ સાથે ડાન્સ કરતા જોવા મળે છે, જેની ઓળખ કામરેજના બુધો ઉર્ફે બુધિયો તરીકે થઈ છે, જે એક જાણીતો બુટલેગર છે. આ વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો આવ્યો હતો અને વસાવાએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી પડી હતી.

ચૈતર વસાવાએ જણાવ્યું કે તેઓ આ વ્યક્તિને ઓળખતા નહોતા અને લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો હોવાથી આ વ્યક્તિ તેમની સાથે ડાન્સમાં જોડાઈ ગયો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે AAP હંમેશા દારૂબંધીની હિમાયત કરે છે અને દારૂના ધંધામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિનો વિરોધ કરે છે.

વસાવાએ વધુમાં જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે બુટલેગર ભાજપનો સક્રિય સભ્ય છે અને ભાજપના નેતાઓ સાથે તેના સારા સંબંધો છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. વિપક્ષી પાર્ટીઓએ વસાવા પર બુટલેગરને સાથ આપવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે AAP એ આ આરોપોને નકારી કાઢ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા

આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ