Gujarat News : 24 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી 5 દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં આ ઘટાડાની સાથે લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા ગરમીથી આંશિક રાહત મળે એવી આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 50 કિમી ઝડપે પવનો ફુંકાવાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે
હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેનું મુખ્ય કારણ છે કે, હાલમાં ગુજરાત રાજ્ય પર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા ગત સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારમાં ભારે હિમવર્ષાની સ્થિતિ સર્જાઇ હતી તથા તે દિશા તરફથી ગુજરાત ઉપર પવન આવી રહ્યા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજના દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાયું છે. જેને કારણે ઝડપી ગતિએ પવનો ફુંકાશે તેથી સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તથા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય ઉપર હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા તાજેતરમાં જ વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થતા તેની અસરને કારણે આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો આવશે એટલે કે ગરમીથી રાહત મળવાની પૂરતી સંભાવના છે. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન ઝડપી ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે.
જેથી ગરમીથી રાહત મળશે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા
આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ
