Breaking News/ મગફળીના ગોદામમાં લાગી ભીષણ આગ,50,000 કિલોથી વધુ મગફળી બળીને રાખ

આ આગમાં 50,000 કિલોથી વધુ મગફળી બળીને રાખ થઈ ગઈ હતી. જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

Top Stories Gujarat

Breaking News: થાનમાં મગફળીના ગોદામમાં ભીષણ આગ લાગી હતી.જિ હા…સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આ ઘટના બની હતી. માહિતી મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરીને FCIના વેરહાઉસમાં રાખવામાં આવી હતી. આ આગમાં 50,000 કિલોથી વધુ મગફળી બળીને રાખ થઈ ગઈ હતી. જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં થાનગઢ અને ચોટીલાની ફાયરની ટીમો દ્વારા આ વિકરાળ આગને બુઝાવવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગની આ ઘટના બાદ લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા છે.

હાલમાં, થાનગઢ અને ચોટીલા ફાયર બ્રિગેડની ટીમોએ જેસીબી અને અન્ય સાધનોની મદદથી વેરહાઉસની દિવાલ અને બે શટર તોડી નાખ્યા છે અને આ ભીષણ આગને બુઝાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બે કલાકની મહેનત બાદ આગ પર મોટા પ્રમાણમાં કાબુ મેળવાયો છે. આગની ઘટના બાદ લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી અને અકસ્માત ટળી ગયો હતો, કારણ કે સવારનો સમય હતો અને વેરહાઉસમાં કોઈ હાજર નહોતું. મામલતદાર સહિત અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે.

આ અંગે થાનગઢ મામલતદાર એન.આર. પટેલે જણાવ્યું હતું કે આ સરકારી વેરહાઉસમાં ટેકાના ભાવે મોટી માત્રામાં મગફળી ખરીદવામાં આવી હતી. આગ ઓલવવા માટે ફાયર ફાઇટર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. આ સરકારી વેરહાઉસમાં કેટલો માલ હતો અને કેટલો માલ નાશ પામ્યો હતો, તે વેરહાઉસ મેનેજરના આગમન પછી જ ખબર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:’સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 49 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે

આ પણ વાંચો:સુરેન્દ્રનગર : લીંબડીના રળોલ ગામે આગ લાગતા 3 લોકોના મોત, એક ઘાયલ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના લીંબડીમાં 181 અભયમ મહિલા ટીમ દ્વારા બાળલગ્ન અટકાવાયાં