Surendranagar News/ સુરેન્દ્રનગર : લીંબડીના રળોલ ગામે આગ લાગતા 3 લોકોના મોત, એક ઘાયલ

પીકઅપ વાન અને મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત

Top Stories Gujarat Breaking News

Surendranagar News : સુરેન્દ્રનગરના લીંબડી સ્થિત રળોલ ગામે આગ લાગતા 3 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.  આ બનાવને પગલે આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની વિગત મુજબ પીકઅપ વાન અને મકાનમાં આગ લાગ લાગતા આ ઘટના બની હતી. જેમાં પીકઅપ વાનમાંથી કેરબા ઉતારતા અચાનક આગ ફાટી નીકળી હતી.

આગમાં 3 જણાના મોત થયા હતા. મૃતકોમાં બાળકો અને એક વૃધ્ધ હોવાની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ અંગે ફાયરબ્રિગે઼ડને જાણ કરવામાં આવતા લીંબડી અને સુરેન્દ્રનગરની ફાયર ફાયટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

બાદમાં ફાયર કર્મચારીઓએ આગને કાબુમા લેવાના પ્રયાસ કર્યા હતા. આગના આ બનાવમાં મૃત્યુ આંક વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આગ કાબૂમાં આવ્યા બાદ સાચો મૃત્યુ આંક બહાર આવશે. આગ કેવી રીતે લાગી તે દિશામાં લીંબડી પોલીસે તપાસ હાથ ધરી હતી. મકાનમાં ગેરકાયદે પેટ્રોલ-ડિઝલનું વેચાણ થતું હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. ઘટના સમયે મકાનમાં પેટ્રોલ-ડિઝલનો મોટો જથ્થો હોવાની ચર્ચાઈ રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા FSLની મદદ લેવાશે.

બે પુરૂષ અને એક મહિલા મૃતકની તસવીરો સામે આવી છે. 57 વર્ષીય ફતુબેન હશનભાઈ ટીંબલીયા, 19 વર્ષીય રમઝાન સાદિકભાઈ ટીંબલીયા, 19 વર્ષીય મોઈન હનીફભાઈ ઢોળીતરનું મોત નિપજ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ

આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી