Bhavnagar News/ ભાવનગર મેડિકલ એસોસિએશને સહયોગને બદલે “હવનમાં હાડકા નાંખવા”નું કર્યું કામ

તાજેતરમાં ડ્રગ્સ વિભાગના અધિકારીની હાજરીમાં ખાનગી મેડિકલ ધારકોની મીટીંગ યોજવામાં આવી હતી આ મિટિંગમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે આરોગ્ય દ્વારા

Top Stories Gujarat

Bhavnagar News: ભાવનગર (Bhavnagar) શહેરમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ ખાનગી સંસ્થા દ્વારા વેચાણ કરાતી દવાઓમાં નફાનું ધોરણ બાદ કરી પડતર ભાવે દવાનું વેચાણ કરવામાં આવે છે આ વાતને લઈને ભાવનગર મેડિકલ એસોસિએશન (Bhavnagar Medical Association)ના પેટમાં તસતસતું તેલ રેડાયું છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો હીન પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

શહેરના કાળા નાળા ઉપરકોટ વિસ્તારમાં આરોગ્ય મેડિકલ ના નામે છેલ્લા ચાર વર્ષથી ઉમા ખોડલ ટ્રસ્ટ દ્વારા દર્દીઓને રાહત દરે દવાઓનું વિતરણ કરવામાં આવે છે આ મેડિકલ દ્વારા વિતરણ કરાતી દવાઓમાં નફાની ટકાવારી બાદ કરી 20% થી વધુ સસ્તી દવા વિતરણ વેચાણ કરવામાં આવે છે વર્ષોથી ખાનગી મેડિકલ ધારકો લોકો પાસેથી મોં માગ્યા દવાના ભાવ વસુલે છે અને આરોગ્ય મેડિકલ દ્વારા તદ્દન રાહત દરે દવાનું વેચાણ કરાતા આ મેડિકલ ધારકોને મોટો ફટકો પડ્યો છે એ સાથે તેઓ આરોગ્ય મેડિકલનો વિરોધ કરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો હિન પ્રયત્ન પણ કરી રહ્યા છે.

તાજેતરમાં ડ્રગ્સ (Drugs) વિભાગના અધિકારીની હાજરીમાં ખાનગી મેડિકલ ધારકોની મીટીંગ યોજવામાં આવી હતી આ મિટિંગમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે આરોગ્ય દ્વારા વેચાણ કરવામાં આવતી ભાવો ડુપ્લીકેટ અથવા બે નંબરની છે આમ કહી જનતાને પોતાના સ્વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે આરોગ્ય મેડિકલ ના હોદ્દેદારોએ લોકોને જણાવ્યું છે કે મેડિકલ અને તબીબી ક્ષેત્રોમાં નફાનું ધોરણ અકલ્પનીય છે.

આજ દિન સુધી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પાસેથી પણ દવાના નામે ખિસ્સા ખાલી કરવામાં આવી રહ્યા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી તદ્દન રાહત દરે દવાનું વેચાણ શરૂ કરતાં ખાનગી મેડિકલ ધારકો આ વાતને લઈને ગિન્નાયા છે અને આ વાતનો વિરોધ કરી રહ્યા છે ત્યારે લોકોને ગેરમાર્ગે દોરવા પ્રકરણ મેડિકલ એસોસિએશન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આરોગ્ય મેડિકલ ધારકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

@હિરેન


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શાંતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન આવ્યું સામે, મેડિકલ સ્ટોરમાં હોસ્પિટલના CCTVનું કમાન્ડ

આ પણ વાંચો:ધાનેરામાં નાર્કોટિક વિભાગના દરોડા, મેડિકલ સ્ટોર્સમાં ખળભળાટ

આ પણ વાંચો:દિલ્હી ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં બાયોમેડિકલ વિભાગના વિદ્યાર્થીઓ ચમક્યા