Manipur News : મણીપુર ફરી એક વાર હિસાંની આગમાં હોમાયું છે. જેમાં શનિવારે, ઇમ્ફાલ-દિમાપુર હાઇવે પર કુકી સમુદાય અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વ્યક્તિનું મોત થયું હતું અને 27 સૈનિકો ઘાયલ થયા હતા. મણિપુરમાં તમામ વાહનોની અવરજવર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો બાદ આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ આ સૂચનાનો વિરોધ કર્યો. આનાથી તણાવ વધ્યો. કાનપોકપીમાં NH-2 ની આસપાસના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
વાસ્તવમાં, અમિત શાહના નિર્દેશોના વિરોધમાં કુકી સમુદાયના લોકોએ NH-2 ને બ્લોક કરી દીધો હતો. તેમણે ટાયર સળગાવીને સરકારી વાહનોની અવરજવર અટકાવવાનો પ્રયાસ કર્યો. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પ્રદર્શનકારીઓએ ખાનગી વાહનોને આગ ચાંપી દેતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ. તેઓએ સેનાપતિ જિલ્લામાં જતી રાજ્ય પરિવહન બસને પણ રોકવાનો પ્રયાસ કર્યો. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 27 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.
હિંસા બાદ કાનપોકપી અને રાષ્ટ્રીય રાજમાર્ગ-૨ ની આસપાસનાકર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. NH-2 એ ઇમ્ફાલ અને દીમાપુરને જોડતો એક મહત્વપૂર્ણ હાઇવે છે. આ માર્ગ બંધ થવાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં તમામ વાહનોની અવરજવર અંગે સૂચનાઓ આપી હતી. આમ છતાં, કુકી-ઝો સમુદાયના લોકોએ વિરોધ કર્યો. આ ઘટના મણિપુરમાં ચાલી રહેલા વંશીય તણાવને પ્રતિબિંબિત કરે છે. કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ તણાવને કારણે અગાઉ પણ ઘણી હિંસક ઘટનાઓ બની છે. સરકાર પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
આ પણ વાંચો:દિલ્હી-NCRમાં ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો, પર્વતો પર હિમવર્ષા અને વરસાદ શરૂ
