Kutch News: કચ્છના ભુજમાં શેખધીર પાસે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો છે. લકઝરી બસે રિક્ષાને ટક્કર મારતા એકનું મોત નિપજ્યું છે અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં રાજસ્થાની યુવાનનું મોત (Death) નિપજ્યું છે.બસે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
તો બીજી બાજુ સુરેન્દ્રનગરના (Surendranagar) લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. રળોલ ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે અકસ્માત થતાં 6 લોકોને ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડાયા છે, તેમજ પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરજિલ્લામાં ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. હરિપર બ્રિજ પાસે ખૂબ જ ઝડપે જઈ રહેલી એક ઈકો કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઈકો કારમાં સવાર સાત લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
આ પણ વાંચો:ટ્રક પાછળ જીપ ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો:ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 4નાં મોત
આ પણ વાંચો:ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત
