Ahmedabad News: શ્રાવણ માસના બીજા સોમવારે અમદાવાદના શિવાલયોમાં ભક્તોની અપાર ભીડ જોવા મળી. શહેરના અનેક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે શિવભક્તો ભક્તિરસમાં ડૂબેલા દેખાયા. દેવાધિદેવ મહાદેવની આરાધના માટે ભક્તોએ બિલીપત્ર, ફૂલો, ફળો અને દૂધ-જળથી અભિષેક કરી શિવજીને અર્પણ કર્યા.

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે ભક્તોનો ખાસ ધસારો જોવા મળ્યો. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું. રામેશ્વર મહાદેવનો આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો, જેમાં ફૂલોની માળા, ચંદન અને વિવિધ શણગારોથી શિવલિંગને સજાવવામાં આવ્યું. આ દિવ્ય શણગારે ભક્તોના મનમાં ભક્તિનો ઉમંગ વધાર્યો.

શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે, અને આ માસના સોમવાર શિવભક્તો માટે ખાસ મહત્વ ધરાવે છે. શિવભક્તો આ દિવસે વ્રત, ઉપવાસ અને શિવપૂજન કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. અમદાવાદના શિવ મંદિરોમાં આજે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી, જેમાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના ભક્તો સામેલ હતા.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
