Gandhinagar News : વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નર્મદા બેઝીનમાં સારા વરસાદના કારણે વર્ષ 2019, વર્ષ 2020, વર્ષ 2023 અને વર્ષ 2024માં મળવાપાત્ર 9 મીલીયન એકર ફીટ થી વધુ પાણી રાજ્યને મળ્યું. શરૂઆતમાં 1133 ધનમીટર પ્રતિ સેકન્ડની વહનક્ષમતા ધરાવનારી નર્મદા મુખ્ય નહેર 458 કિ.મી લાંબી છે. તેનું કામ લગભગ 10 વર્ષમાં પૂર્ણ કરાયું. લગભગ 69,૦૦૦ કિ.મી. લાંબી નહેર માળખાની 92% કામગીરી પૂર્ણ થઇ છે. રાજયની 17.92 લાખ હેકટર વિસ્તારને વાર્ષિક સિંચાઈનો લાભ મળશે. આ યોજના લગભગ રૂ.82,000 કરોડના ખર્ચે પૂર્ણ થવા જઈ રહી છે
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરી-2025 સુધી પ્રશાખા નહેરો (માઈનોર નહેરો) સુધીના કામો પૂર્ણ કરી કુલ 17.22 લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા અને પ્ર-પ્રશાખા નહેર (સબ-માઈનોર નહેર) સુધી 15.55 લાખ હેક્ટર વિસ્તાર વિકસિત થઇ છે. માર્ચ-2025 પછી બાકી રહેતા નહેરોની નેટવર્કના કામો વર્ષ 2025-26 દરમ્યાન ચાલુ કરવાનું આયોજન.
મંત્રી ઋષિકેશ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની રૂ.25,399 કરોડની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના શહેરોની વિકાસયાત્રાને આગળ ધપાવવા રાજય સરકારે વર્ષ-2025 ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે.જે માટે ગત્ વર્ષની સરખામણીએ આ વર્ષનું બજેટ આશરે 40% વધારીને રૂ.30,325 કરોડ કરાયું છે.
વર્ષ 2025-26ના અંદાજપત્રમાં નવરચિત મહાનગરપાલિકાઓમાં આંતરમાળખાકિય સુવિધાઓ ઉભી કરવા માટે રૂ.450 કરોડની નવી બાબતની જોગવાઈ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કુલ રૂ.13,296.89ની જોગવાઈ સૂચવાઇ છે.અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નું લગભગ 78.33% કામ પૂર્ણ થઈ ગયેલ છે અને પ્રોજેક્ટ જૂન-2025માં પૂર્ણ કરવાનું આયોજન છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું લગભગ 57.20% કામ પૂર્ણ થઈ ગયેલ છે અને પ્રોજેક્ટ ઓક્ટોબર, 2025માં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
રાજ્યના વિવિધ 15 જિલ્લાઓમાં 338 જેવા પ્રખ્યાત વારસાગત ધાર્મિક સ્થળો આવેલા છે. રાજ્યના અસંખ્ય યાત્રાળુઓ અને પ્રવાસીઓની ધાર્મિક લાગણીઓને કેન્દ્રમા રાખીને વર્ષ 2025-26ના અંદાજપત્રમાં “ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ” યોજના હેઠળ કુલ રૂ.200 કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે. દ્વારકા, સોમનાથ, બેચરાજી, પાવાગઢ, સિદ્ધપુર, કપડવંજ, પાટણ અને પાલિતાણા જેવા ધાર્મિક તીર્થસ્થાનોની સંભાવનાઓનો પુરતો ઉપયોગ કરીને યાત્રાળુઓ અને પ્રવાસીઓના અનુભવોને વધારીને અને રાજયના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે વિવિધ માળખાગત સુવિધાઓ અને પ્રમોશન વ્યૂહરચનાઓ પર રોકાણ કરવામાં આવશે.
જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂચ-અંકલેશ્વર માટે ‘સ્ટેટ એર ક્લિન પ્રોગ્રામ’ના અમલીકરણ માટે રૂ.100 કરોડની જોગવાઈ કરાઇ છે. નવી 9 મહાનગરપાલિકાઓ અને 13 અ-વર્ગની નગરપાલિકાઓમાં આઇકોનિક રસ્તાઓના વિકાસ કરવાના હેતુથી પાયલોટ પ્રોજેકટ તરીકે વર્ષ 2025-26માં આઇકોનિક રસ્તાઓ (ગૌરવ પથ) માટે કુલ રૂ.200 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.
સાબરમતી નદીના કિનારે ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટનો વિકાસ ફેઝ-03 થી ફેઝ-07 (ઇન્દિરા બ્રીજથી ગાંધીનગર) તબક્કાની શરૂઆત સાથે વેગ પકડશે અને તે આગામી 3 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે જે માટે વર્ષ 2025-26 માટે માટે રૂ.100 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.
આ પણ વાંચો: રોડ રસ્તા ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ, મહિલાઓએ મહાનગરપાલિકા ખાતે નોંધાવ્યો વિરોધ
આ પણ વાંચો: વર્ગ 3ના કર્મચારીઓ જશે અચોક્કસની હડતાલ પર, 25 હજાર આરોગ્ય કર્મચારીઓ ઉતરશે હડતાલ પર
