પૂનાઃ કેદાર જાધવ અને વિરાટ કોહલની શાનદાર બેટિંગની મદદથી ભરતે જીત મેળવવામાં સફળ થયું હતુ. ભારત કોહલીની કેપ્ટનશીપમાં પહેલી વાર વન-ડે રમવા માટે ઉતર્યું હતું. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને ભારતને 351 રનનું લક્ષ્યો આપ્યું હતું.
ભારતે 351 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિરાટ કોહલી 122 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલીએ વન ડેમાં 27મી સદી ફટકારી હતી. કોહલીએ સિક્સર ફટકારીને સદી પૂરી કરી હતી. વિરાટ કોહલી અને કેદાર જાધવે પાંચમી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી.કેદાર જાધવે 120 રન બનાવ્યા હતા. ભારત સામેની પ્રથમ વન-ડે માં ઈંગ્લેંડે ભારતને જીત માટે 351 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી લોકેશ રાહુલ અને શિખર ધવન ઓપનિંગમાં ઉતર્યા હતાં જેમાં શિખર ધવન માત્ર એક રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે. યુવરાજ સિંહ 15 રન બનાવી આઉટ થયો હતો. ભારતેને જીત માટે 351 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈંગલેંડ તરફથી રૂટે 78 રન ફટકાર્યા હતા, જ્યારે સ્ટોક્સે 62 રન કર્યા હતા.
આ અગાઉ ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પ્રથમવાર આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં રમી રહ્યો છે. 2007 બાદ પ્રથમ વખત ધોની કોઇ બીજાની કેપ્ટન્સીમાં મેચ રમી રહ્યો છે.
