New Delhi News/ PM મોદીની 38 દેશોની વિદેશ યાત્રાનો 3 વર્ષનો ખર્ચ રૂપિયા 258 કરોડ!

આ સમયગાળા દરમિયાન PM મોદીનો સૌથી મોંઘો પ્રવાસ જૂન 2023માં અમેરિકાનો હતો

Top Stories India

New Delhi News: કેન્દ્ર સરકારે (Union Government) મે 2022 થી ડિસેમ્બર 2024 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના 38 વિદેશ પ્રવાસો પર 258.9 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ પ્રશ્ન કરતા લેખિતમાં જણાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન PM મોદીનો સૌથી મોંઘો પ્રવાસ જૂન 2023માં અમેરિકાનો હતો, જેનો ખર્ચ 22 કરોડ રૂપિયાથી વધુ હતો. સપ્ટેમ્બર 2024માં વડાપ્રધાનની અમેરિકા મુલાકાત (US Visit) પર 15 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો.

Rs 2,021 Crore Spent On PM Modi's Foreign Travel Since 2014: Centre

આ ખર્ચમાં વડાપ્રધાનના પ્રતિનિધિમંડળ માટે રહેવાની વ્યવસ્થા, પરિવહન, સુરક્ષા અને હાર્ડવેર, સ્થળના ખર્ચ અને “નકામા” (Miscellaneous Expenses) ખર્ચનો સમાવેશ થાય છે. વિવિધ ખર્ચાઓ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા ન હતા. વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત, જાપાન, ઉઝબેકિસ્તાન અને ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. 2023માં, પપુઆ ન્યુ ગિની, ઓસ્ટ્રેલિયા, જાપાન, યુએસ, યુએઈ, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા અને ગ્રીસ જેવા દેશોની મુલાકાત પ્રધાનમંત્રીએ લીધી હતી. 2024 માં, વડાપ્રધાને UAE, ભૂતાન, કતાર, ઇટાલી, ઑસ્ટ્રિયા, રશિયા, પોલેન્ડ, યુક્રેન, બ્રુનેઈ દારુસલામ, યુએસ, સિંગાપોર, લાઓસ, બ્રાઝિલ, ગુયાના અને કુવૈતનો પ્રવાસ (Foreign Visit) કર્યો.

Rs 259 crore spent on PM's foreign visits in 2 years - The Tribune

2022માં કરેલ વિદેશયાત્રાનો ખર્ચ

દેશ ખર્ચ
જર્મની 9,44,41,562
ડેનમાર્ક 5,47,46,921
ફ્રાન્સ 1,95,03,918
નેપાળ 80,01,483
જાપાન 8,68,99,372
યુએઈ 1,64,92,605
જર્મની 14,47,24,416
જાપાન 7,08,03,411
ઉઝબેકિસ્તાન 1,57,26,700
ઇન્ડોનેશિયા 4,69,52,964

2023માં કરેલ વિદેશયાત્રાનો ખર્ચ

દેશ ખર્ચ
પાપુઆ ન્યુ ગિની 8,58,04,677
ઓસ્ટ્રેલિયા 6,06,92,057
જાપાન 17,19,33,356
અમેરિકા 22,89,68,509
ઈજિપ્ત 2,69,04,059
ફ્રાન્સ 13,74,81,530
યુએઈ 1,45,06,965
દક્ષિણ આફ્રિકા 6,11,37,355
ગ્રીસ 6,97,75,753
ઇન્ડોનેશિયા 3,62,21,843
યુએઈ 4,28,88,197

2024માં કરેલ વિદેશયાત્રાનો ખર્ચ

દેશ ખર્ચ
યુએઈ 5,31,95,485
કતાર 3,14,30,607
ભૂટાન 4,50,27,271
ઈટાલી 14,36,55,289
ઑસ્ટ્રિયા 4,35,35,765
રશિયા 5,34,71,726
પોલેન્ડ 10,10,18,686
યુક્રેન 2,52,01,169
બ્રુનેઈ 5,02,47,410
અમેરિકા 15,33,76,348
સિંગાપોર 7,75,21,329
લાઓસ 3,00,73,096
રશિયા 10,74,99,171
નાઈજીરીયા 4,46,09,640
બ્રાઝિલ 5,51,86,592
ગયાના 5,45,91,495
કુવૈત 2,54,59,263

 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદીએ ૪.૫ વર્ષમાં કરી ૮૪ વિદેશ યાત્રા, આ યાત્રાનો ખર્ચ જાણી રહી જશો દંગ

આ પણ વાંચો:ચાલુ વર્ષે પીએમ મોદી ન ગયા વિદેશ પ્રવાસે, અગાઉ વર્ષદીઠ કર્યા સરેરાશ આટલા કરોડનો ખર્ચ

આ પણ વાંચો:વિદેશ પ્રવાસ ખર્ચ ભારત કરતાં ઓછો છે? આ કારણોસર વિદેશ બન્યું ભારતીયોની પહેલી પસંદ