Mental Health of Men: પુરુષ (Men) પોતાની લાગણી (Feelings) વ્યક્ત કરતા નથી તેથી તેમને થતા તણાવને ઓળખવું મુશ્કેલ બની જાય છે. આ 5 લક્ષણોથી ઓળખો પુરૂષો તણાવમાં જીવે છે કે નહીં.
પુરુષોમાં સામાન્ય ડિપ્રેશન(તણાવ)ના લક્ષણો
ડિપ્રેશન (Depression) એક ગંભીર માનસિક સમસ્યા (Mental Problem) છે, જે પુરુષોમાં પણ જોવા મળે છે. જોકે, આપણે તેના લક્ષણ વિશે વાત કરીએ તો પુરુષ (Men) અને સ્ત્રી (Women)માં જુદા જુદા લક્ષણો જોવા મળે છે. પુરુષો તણાવમાં હોય તો ગુસ્સો, ચીડિયાપણું અથવા કામમાં ઓછો રસ ધરાવવો જેવા લક્ષણો જોવા મળે છે. ડિપ્રેશનના લક્ષણ જાણવા આજકાલ લોકો માટે ખૂબ જરૂરી બની જાય છે, જેથી સમયસર તેનો ઉપાય થઇ શકે. પુરુષો પોતાની લાગણીને વ્યક્ત કરતા નથી, તેથી પુરુષોમાં ડિપ્રેશનના લક્ષણ ઓળખવા જરૂરી બની જાય છે.

ચીડિયાપણું અને ગુસ્સો
પુરુષોમાં ડિપ્રેશન ચીડિયાપણું અને ગુસ્સાના રૂપમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, તેઓ નાની-નાની બાબતોમાં ગુસ્સો કરતા જોવા મળે છે અથવા પરેશાન રહેવા લાગે છે.
થાક અને ઉર્જાનો અભાવ
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ શારીરિક અને માનસિક થાકનો સામનો કરે છે. તેમને સામાન્ય કામ કરવામાં પણ તકલીફ પડે છે અને તેઓ હંમેશા થાક અનુભવે છે.
સામાજિક અંતર
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ એકલા રહેવું પસંદ કરે છે અને મિત્રો તથા પરિવારથી સંપર્ક ઓછો કરે છે. તેઓ સામાજિક મેળાવડાઓમાં ભાગ લેવાનું ટાળવા લાગે છે.

ઊંઘની સમસ્યા
ડિપ્રેશનના કારણે પુરુષોને વધારે ઊંઘ આવે છે અથવા તો ઊંઘવામાં સમસ્યા થાય છે. તે મોટેભાગે રાતના સૂઈ નથી શકતા અથવા તો સૂઈ શકે છે.
કામ અને શોકમાં અરુચિ
ડિપ્રેશનના કારણે પુરુષોને કામ અને શોખમાં રૂચી ઓછી થવા લાગે છે. તેઓ પોતાના કામ પર ધ્યાન નથી લગાવી શકતા અને તેમને કંઈ નવું કરવાનું પણ મન થતું નથી .
ડિપ્રેશનથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
જો તમને પણ તમારામાં આ લક્ષણો દેખાય છે, તો કેટલીક બાબતો પર ધ્યાન આપીને તમે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો. સકારાત્મક વિચારો રાખવાનો પ્રયાસ કરવો. તમારી અને તમારી મહેનતની કદર કરવી. દરરોજ કસરત કરવી. દોડવું, યોગ કે કસરત કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને મન શાંત રહે છે. સમયસર સુવાનો અને જાગવાનો પ્રયાસ કરવો. પુરતી ઊંઘ લેવાથી મનની સ્થિતિ સારી રહે છે. મિત્રો અને પરિવાર સાથે સમય પસર કરવો. પોતાની લાગણીઓ કોઈની સમક્ષ વ્યક્ત કરવી, તેનાથી માનસિક દબાણ ઓછું થાય છે. જો તમને લાંબા સમય સુધી આ લક્ષણો અનુભવી રહ્યા છો, તો ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો:લગ્નમાં ઉદ્ભવતા તણાવને કરો દૂર અને શરૂઆત કરો નવા જીવનની
આ પણ વાંચો:ઓફિસનાં તણાવથી મુક્તિ અપાવશે વાસ્તુ ટિપ્સ
આ પણ વાંચો:મુસાફરી તણાવને દૂર કરે છે!
