Vadodara News/ વડોદરામાં ભીષણ ગરમીથી 3 લોકોનાં મોત નિપજ્યા

ભીષણ ગરમીના કારણે સ્વાસ્થ્ય (Health care)ની કાળજી લેવી જરૂરી બની ગઈ છે.

Gujarat Vadodara

Vadodara News: વડોદરા (Vadodara)માં ભીષણ ગરમી (Heat)થી 3 લોકોનાં મોત (Death) નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં આજવા રોડ, ખોડિયાર નગર, છાણીમાં એક-એકનું મોત નિપજ્યું છે. ભીષણ ગરમીના કારણે સ્વાસ્થ્ય (Health care)ની કાળજી લેવી જરૂરી બની ગઈ છે.

ગતવર્ષે વડોદરા હીટવેવ (Heatwave)ના લીધે લાગેલા હીટસ્ટ્રોક (Heatstroke)ના કારણે 9ના મોત થયા હતા. આ મોત ગભરામણ, હાર્ટએટેક (Heart Attack), હીટસ્ટ્રોકથી થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી (Heat)ને કારણે GEBના લાઇન ઇન્સ્પેક્ટર સહિત નવના મોત થયા હતા. GEBના લાઇન ઇન્સ્પેક્ટર અને માંજલપુરના વૃદ્ધ ઘરમાં અચાનક જ ઢળી પડ્યા હતા. તાલુકા પોલીસમાં ફરજ પર હાજર કોન્સ્ટેબલ અને બકરી માટે પાલો તોડવા ગયેલા યુવકની તબિયત અચાનક બગડ્યા પછી તેમના મોત થયા હતા.

Heatstroke | Signs of Heatstroke | LloydsPharmacy

આ ઉપરાંત જીજી ટેનામેન્ટના રાજેન્દ્રભાઈ કાળુભાઈ બારિયા, સુરેશભાઈ મંગળભાઈ વસાવા, લક્ષ્મીપુરાના તીર્થ એપાર્ટમેન્ટના અનિલ હોટચંદ રાજપાલ, તરસાલીના પિયુષ રામબાબુ સુની, ભાયલી પોલીસ લાઇનના મહેન્દ્ર ભાણાભાઈ, ગોત્રી દીનદયાલ નગરના મીનાબેન જયેશભી દરબારના ગરમીથી મોત થયા હતા.

What is the difference between heatstroke and sunstroke? | Metro News

લૂ લાગવા, માથાના દુ:ખાવા, બેભાન થવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલોમાં ગરમીના કારણે લૂ, હીટસ્ટ્રોકના કેસો વધુ આવે છે. હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. 26 માર્ચથી દિવસ અને રાત્રિના તાપમાન (Temperature)માં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. 24 માર્ચે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) પહોંચશે. આ પશ્ચિમી વિક્ષેપની અસર 26 માર્ચથી રાજ્યમાં જોવા મળશે. આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Climate change in a nutshell: the causes and effects of global warming,  simply put – Physics World

જળવાયુ પરિવર્તન (Global Warming) અને ઘટતા જંગલો (Forest)ના કારણે વિશ્વ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. કાર્બન બ્રીફ દ્વારા ગયા વર્ષના વિશ્લેષણ, યુકે-આધારિત પ્રકાશન, જે આબોહવા (Weather) પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, દર્શાવે છે કે પૃથ્વીની સપાટીના લગભગ 40 ટકા ભાગ 2013 અને 2023 વચ્ચે સૌથી વધુ દૈનિક તાપમાન રેકોર્ડ કરી શકે છે. ચીનના ઉત્તર-પશ્ચિમના એક નાના શહેરમાં 2023માં પારો 52 ડિગ્રીએ પહોંચ્યો હતો, જે તે દેશ માટે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન હતું. 2021 માં, ઇટાલીના સિસિલીમાં પારો 48.8 ડિગ્રીએ પહોંચ્યો હતો, જે યુરોપમાં સૌથી વધુ હતો. અમેરિકાના કેલિફોર્નિયા (California)ના રણમાં ડેથ વેલી (Death Valley) નામના સ્થળે પૃથ્વી પર અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 111 વર્ષ પહેલાં 1913માં નોંધાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં હાહાકારઃ હીટવેવના લીધે હીટસ્ટ્રોકથી 9નાં મોત

આ પણ વાંચો:ભારે ગરમીએ મતદાન કાર્યકરો પર પાયમાલી કરી, 58 લોકોના મોત

આ પણ વાંચો:હીટસ્ટ્રોકથી 2નાં મોત, શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો