MANTAVYA Vishesh/ નાગપુર હિંસાઃ ‘ઔરંગઝેબ’ આજે પણ મહારાષ્ટ્રને નડે છે

મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરમાં 17મી માર્ચના રોજ ઔરંગઝેબનું (Aurangzeb) પૂતળુ સળગાવવાના મામલે થયેલી સાંપ્રદાયિક હિંસામાં (Communal Violence) પોલીસે માસ્ટર માઇન્ડ (Master mind) ફહીમની (Fahim) ધરપકડ કરી છે, તેણે લોકોને ઉશ્કેર્યા હતા

Breaking News

મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરમાં 17મી માર્ચના રોજ ઔરંગઝેબનું (Aurangzeb) પૂતળુ સળગાવવાના મામલે થયેલી સાંપ્રદાયિક હિંસામાં (Communal Violence) પોલીસે માસ્ટર માઇન્ડ (Master mind) ફહીમની (Fahim) ધરપકડ કરી છે, તેણે લોકોને ઉશ્કેર્યા હતા…. આશ્ચર્યની વાત તો એ છે કે આ ફહીમ પાછો ભાજપના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) સામે ચૂંટણી લડી ચૂક્યો છે. ફહીમ શમીમ ખાનને 21 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે….

નાગપુર હિંસામાં (Nagpur Violence) એક બીજું મોટું રહસ્યોદઘાટન પણ સામે આવ્યું છે. તેમા બાંગ્લાદેશી કનેક્શન (Bangledeshi Connection) પણ સામે આવ્યું છે… બાંગ્લાદેશમાં સંચાલિત ફેસબૂક એકાઉન્ટમાંથી નાગપુર હિંસામાં ફેલાવવાની ધમકી આપવામાં આવી હોવાનો સાઇબર સેલે ખુલાસો કર્યો છે…. આશ્ચર્યની વાત એ છે કે આ ધમકી નાગપુરમાં હિંસા થઈ તે પહેલા આપવામાં આવી હતી.॥ સાઇબર સેલના રહસ્યોદઘાટનના પગલે હવે નાગપુરની હિંસામા બાંગ્લાદેશી હાથ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે….

નાગપુર હિંસાને લઈને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે (CM Devendra Fadanvis) જણાવ્યું હતું કે આ હિંસામાં સળગાવવામાં આવેલી ચાદર કુરાનની આયાત ન હતી…  તેને લઈને અફવા ફેલાવવામાં આવી હતી…. આ હિંસા જાણી બૂઝીને ફેલાવવામાં આવી હતી…. ફહીમખાન પર આરોપ છે કે તેણે 500થી પણ વધારે રમખાણકારોને એકત્રિત કર્યા અને હિંસાને પ્રોત્સાહન આપ્યું…. આ તોફાનીઓએ મહિલા પોલીસ કર્મચારીના કપડા ફાડ્યા અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કર્યો…. તોફાનીઓએ ભાલદરપુરા ચૌકની પાસે રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને મહિલા અધિકારીની સાથે અશ્લીલ હરકત કરી હતી…આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તોફાનીઓ સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે…. પોલીસે આ ઘટનાની તપાસ પણ શરૂ કરી દીધી છે….

નાગપુર પોલીસે (Nagpur Police)  જણાવ્યું હતું કે 17 માર્ચ પછીની સાંપ્રદાયિક હિંસા પછી 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે… પોલીસે અત્યાર સુધી 70 લોકોની ધરપકડ કરી છે…. તેમા આઠ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો પણ છે…. આ ઉપરાંત સાઇબર સેલે 140થી પણ વધારે ઉશ્કેરણીજનક પોસ્ટ અને વિડીયોની ઓળખ કરી છે અને આઇટી એક્ટ 2000ની જોગવાઈ 79 (3) હેઠળ નોટિસ જારી કરવામાં આવી છે….

પોલીસ સોશિયલ મીડિયા (Social Media) પર નાગપુરમાં ઔરંગઝેબની કબરને લઈને ચાલતા વિવાદ અંગેની પોસ્ટન ટ્રેક કરીને ડીલિટ કરાવી રહી છે…. અત્યાર સુધી સંખ્યાબંધ ઓનલાઇન પોસ્ટ ડીલિટ કરવામાં આવી ચૂકી છે….

સાઇબર સેલના અધિકારીના જણાવ્યા મુજબ નાગપુર અંગેના વિડીયો અને પોસ્ટ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) અને યુ ટ્યુબ પર અપલોડ કર્યો હતો…મહારાષ્ટ્રના સાઇબર વિભાગ (Cyber Department) ના નિવેદનમાં જણાવાયું હતું કે આ પોસ્ટ અને વિડીયોનો હેતુ એક ખાસ સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો, સાંપ્રદાયિક તનાવમાં વધારો કરવાનો અને રાજ્યમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ કરવાનો હતો…. આ પ્રકારની સામગ્રી લોકોના વિશ્વાસનો ખોટો ફાયદો ઉઠાવી જાહેર આક્રોશ ભડકાવવા, સમાજો વચ્ચે ફૂટ નાખવા અને સમાજમાં વૈમનસ્ય વધારવા માટે ફેલાવવામાં આવી હતી….  સાઇબર વિભાગ પ્રકારની ભડકાવનારી પોસ્ટ અને વિડીયો મૂકનારી દરેક વ્યક્તિની ઓળખ કરી રહી છે અને આ બધાની સામે કેસ કરવામાં આવશે… તેની સાથે સાઇબર વિભાગે લોકોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પરની કોઈપણ જાણકારી શેર કરતાં પહેલા સતર્ક રહો…. કોઈપણ પ્રકારની વાંધાજનક સામગ્રી શેર કરવામાં આવી તો શેર કરનાર પણ આ સાઇબર ગુનાનો હિસ્સેદાર બને છે….

આ આખા ઘટનાક્રમમાં જોઈએ તો વિશ્વહિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળે (Bagrangdal) શિવાજી મહારાજની પ્રતિમાની સામેથી ઔરંગઝેબની કબર હટાવવાની માંગને લઈને પ્રદર્શન કર્યુ હતું. દેખાવકારોએ ઔરંગઝેબનું પૂતળું સળગાવ્યું હતું…. પૂતળામાં વાંધાજનક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમા એક ચાદરને પણ રાખવામાં આવી હતી…. આ ઘટનાનો વિડીયો વાઇરલ થતાં એક સમુદાયના લોકો ચાર રસ્તા પર જમા થઈ ગયા હતા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો… તેના પછી સ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ… પોલીસે ભીડને વિખેરવા હળવો બળપ્રયોગ કર્યો… તેના પછી કેટલાક યુવાનો બીજા ચોક પર પહોંચ્યા…બીજા પક્ષના લોકો પણ મોકા પર પહોંચ્યા, બંને પક્ષોમાં પથ્થરમારો શરૂ થઈ ગયો…. તેના પગલે સંખ્યાબંધ ઘરો અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

હવે ઔરંગઝેબની કબર યુનેસ્કોની હેરિટેજ સાઇટ (Heritage site) હોવાથી સરકાર તેના પર બુલડોઝર ફેરવી શકે તેમ નથી…

વિશ્વ હિન્દુ પરિષદનો દાવો છે કે તેણે દેખાવ દરમિયાન છાણથી ભરેલું લીલા રંગનું કપડું સળગાવ્યું હતું અને તે ઔરંગઝેબની પ્રતીકાત્મક કબર હતી…. આ ઘટનાનો વિડીયો વાઇરલ થયા પછી નાગપુરના મહલ વિસ્તારમાં સાંજે સાડા સાત વાગે હિંસા ભડકી હતી… પથ્થરમારો અને તોડફોડ તથા આગજની શરૂ થઈ ગઈ હતી… પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ડીસીપી નિકેતન કદમ કુલ્હાડીથી થયેલા હુમલામાં ઇજા પામ્યા હતા….

પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા… નાગપુરમાં પછી 17મી માર્ચે રાત્રે સાડા દસથી સાડા અગિયાર સુધી ઓલ્ડ ભંડારા રોડની પાસે હંસપુરી વિસ્તારમાં એક વધારે ઝડપ થઈ હતી… તેના પછી શહેરમાં 18મી માર્ચના રોજ 11 વિસ્તારોમાં કરફ્યુ લગાવી દેવાયો હતો…આ હિંસામાં 33 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા…તેમા ત્રણ ડીસીપીનો સમાવેશ થાય છે… પાંચેક જેટલા સામાન્ય લોકોને ઇજા પહોંચી છે અને એક આઇસીયુમાં ભરતી છે….

કર્ણાટકમાં આરએસએસનું (RSS) અધિવેશન ચાલી રહ્યુ છે… તેમા આરએસએસના વરિષ્ઠ આગેવાન સુનીલ આંબેકરે નાગપુર હિંસાને લઈને જણાવ્યું હતું કે ઔરંગઝેબ હાલના સમયમાં અપ્રસ્તુત છે… તેના વિશે વાત કરવાની તો ઠીક વિચારવાની પણ જરૂર નથી… આધુનિક યુગમાં ઔરંગઝેબ કે તેની વિચારધારા કોઈ મહત્વ ધરાવતી નથી…. ઔરંગઝેબના કબરને લઈને મહરાષ્ટ્રમાં પ્રગટેલી રાજકીય હોળી હવે કેટલાને ત્યાં ‘હોળી’ પ્રગટાવે છે અને કેટલાને ‘દિવાળી’ કરાવે છે તે જોવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર

આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ

આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’