Jammu & Kashmir News: જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)ના કઠુઆ (Kathua)માં આતંકવાદીઓ (Terrorist) સાથે એન્કાઉન્ટર (Encounter) થયું છે, જેમાં 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 3 જવાન પણ શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, ભારતીય આર્મી (Indian Army) આતંકવાદીઓને ઘેરવાના સતત પ્રયાસો કરી રહી છે.

માહિતી મુજબ, એક ઘાયલ સુરક્ષા કર્મચારીને કઠુઆ (Kathua) જીએમસી ખસેડવામાં આવ્યો છે, જ્યારે બે લોકોને જમ્મુ જીએમસી (Jammu GMC) મોકલવામાં આવ્યા છે, અન્ય બે સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ગુરુવારે સવારે સુરક્ષા દળો (Security force)ને ઈનપુટ મળ્યા હતા કે જુથાની વિસ્તારમાં ચારથી પાંચ આતંકવાદીઓ (Terrorist) છુપાયેલા છે. એવી પણ માહિતી મળી હતી કે કેટલાક આતંકવાદીઓએ એક મહિલા અને તેના પતિને પણ પોતાની કસ્ટડીમાં લીધા છે.

આ કારણોસર, સેનાએ જ્યાં સુધી દંપતીને આતંકવાદીઓના ચુંગાલમાંથી મુક્ત ન કરાવ્યું ત્યાં સુધી તેનું ઓપરેશન (Operation) શરૂ કર્યું નહીં. બંનેના સુરક્ષિત બચાવના સમાચાર મળતા જ સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા અને ત્યારબાદ ભારે ગોળીબાર (Firing) શરૂ થયો. હાલમાં કઠુઆ રેલ્વે સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા કડક કરવામાં આવી છે. જોકે, 22 માર્ચથી ખીણમાં સુરક્ષા દળો દ્વારા એક મોટું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ, સેના અને NSG બધા આતંકવાદીઓને પકડવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
મહત્વનું છે કે ડ્રોન (Drone), બુલેટપ્રૂફ વાહનો (Bulletproof vehicle) અને અન્ય સર્વેલન્સ સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વખતે ટેકનોલોજીની મદદથી આતંકવાદીઓનો સફાયો કરવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહીં સેનાનું ખાસ ધ્યાન કઠુઆ પર છે કારણ કે આ વિસ્તારમાંથી સૌથી વધુ ઘૂસણખોરી થઈ રહી છે.

કઠુઆ જિલ્લા સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાનથી આતંકવાદીઓ માટે ઉધમપુર, ડોડા અને કિશ્તવાડ જિલ્લાઓને જોડતા કૈલાશ ટ્રાઇ-જંકશનના ઊંચા ભાગોમાં ઘૂસણખોરીનો મુખ્ય માર્ગ બની ગઈ છે. ગયા વર્ષે કઠુઆના બડનોટા ગામ પાસે આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા. ત્યારથી સેનાના વરિષ્ઠ અધિકારીઓ પોતે વધુ સક્રિય બન્યા છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના 25 ઠેકાણાઓ પર દરોડા, પોલીસની કાર્યવાહી
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવો નવી સરકાર માટે મોટો પડકાર
આ પણ વાંચો:જમ્મુ અને કાશ્મીરના ડોડામાં આતંકવાદી સામેની અથડામણમાં એક કેપ્ટન શહીદ, ઓપરેશન હજુ પણ ચાલુ
