Surat News: સુરત (Surat)માં પોલીસ (Police)ની કારમાંથી દારૂની બોટલો (Liquor Bottle) મળી આવતાં PSI એ.એ. પટેલ ઝડપાયા હતા, પોલીસ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, સુરત (Surat)માં ગઈકાલે પોલીસની નંબર પ્લેટવાળી ખાનગી કારમાંથી દારૂની બોટલો (Liquor Bottle) સાથે PSI એ.એ. પટેલ ઝડપાયા હતા. રાંદેર પોલીસ સ્ટેશનમાં PSI પટેલ ફરજ પર હતા. પોલીસ પ્લેટવાળી પોતાની ખાનગી કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને દારૂની બોટલો અને નશાની હાલતમાં પકડાયાં હતા. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો (Video) બનાવીને વાયરલ (Viral) કરી દીધો હતો. જોકે, આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે PSI પટેલને બચાવવા માટે, તેમને રિક્ષામાં ઘરે મોકલવામાં આવ્યા હતા જેથી મામલો થાળે પડી શકે.
જોકે, આ બાબતની નોંધ એક વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા લેવામાં આવી હતી. સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ, પોલીસ કમિશનરના આદેશથી, PSI એ.એ. પટેલનું સિવિલ હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું. આ તપાસ બાદ રિપોર્ટ બહાર આવ્યો અને જાણવા મળ્યું કે તે નશાની હાલતમાં હતe. હાલમાં PSI પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદ (Ahmedabad)ના સરખેજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના અધિકારીએને માહિતી મળી હતી કે સરખેજના વણઝરમાં સાબરમતી નદીના કિનારે કેટલાક શખ્સો દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.
જેમાં પોલીસે રૂ. 3,40,000 ની કિંમતનો 1,700 લિટર દેશી દારૂ, રૂ.6,30,200 ની કિંમતનો 25,200 લિટર વોશ અને એક વાહન મળીને કુલ રૂ. 13,79,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે કમોડ ગામમાં રહેતા શૈલેષ ઉર્ફે કાળો જશુભાઈ ચુનારાની ધરપકડ કરી હતી. જ્યારે નવ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી લાંચ લેનારો કોન્સ્ટેબલ ઝડપાયો
આ પણ વાંચો:ડ્રાય સિટી ગુજરાતમાં દારૂની ‘ગિફ્ટ’, આ શહેરમાં 24 હજાર લિટર વિદેશી દારૂ અને બિયરનું વેચાણ
આ પણ વાંચો:ભરૂચમાં પોલીસના ત્રાસથી કર્યો આપઘાત, દારૂનો ધંધો કરવા મજબૂર કરવાનો આરોપ
