Deesa Factory Blast: ડીસાના ઢુંવામાં ફટાકડાની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં ગઇ કાલે સવારે ભયંકર બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં 21 શ્રમિકોના મૃત્યુ થયા છે. તમામ શ્રમિક મધ્યપ્રદેશથી અહીં કામ માટે આવ્યાં હતા અને 2 દિવસ પહેલા જ તેમણે ફેકટરી કામ કરવા માટે જોઇન કર્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલે SP અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી છે.
આપને જણાવી દઈએ કે, SP અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, આરોપીઓ છેલ્લા 18 વર્ષથી ફટાકડાનો ધંધો કરતા હતા. ‘આ કેસમાં આરોપી પિતા-પુત્ર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે.’
ડીસા આગની ઘટનામાં SP અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું કે, “બે મુખ્ય આરોપીઓની થોડા કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે. હાલમાં, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમે પ્રાથમિક તપાસ કર્યા પછી રિપોર્ટ તૈયાર કર્યો છે. ગોદામમાંથી મોટી માત્રામાં ફટાકડા મળી આવ્યા છે, જ્યાંથી માલ મળ્યો છે ત્યાં પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત, તમિલનાડુ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફટાકડાનો વેપાર કરનારાઓ સામે પણ તપાસ ચાલી રહી છે. વિસ્ફોટ એલ્યુમિનિયમ પાવડરને કારણે થયો હતો. એલ્યુમિનિયમ સરળતાથી વેચી શકાય છે અને જ્યારે એલ્યુમિનિયમ ફૂટે છે ત્યારે તે ઘણું બળી જાય છે, જેના કારણે આટલી મોટી ઘટના બની છે.”
આ ઉપરાંત, પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું કે, “આરોપીનું સાબરકાંઠામાં એક ગોદામ પણ છે અને આરોપી કોની સાથે સંકળાયેલો હતો તે શોધવા માટે તપાસ ચાલી રહી છે. આરોપીને રિમાન્ડ પર લીધા બાદ વધુ માહિતી બહાર આવી શકે છે.” આ ઉપરાંત, દીપક ખુબચંદ ક્રિકેટ સટ્ટાબાજીના ગુનામાં પણ સામેલ હતો. આ કેસમાં રાસાયણિક નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. “હાલમાં, આરોપીઓ ફટાકડા બનાવવાનું સ્વીકારી રહ્યા નથી.”
આ પણ વાંચો:ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, મૃત્યુ આંક 21 ઉપર પહોંચ્યો
આ પણ વાંચો:ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં લાગી વિકરાળ આગ, 17 શ્રમિકોના મોત
