Mumbai News: ટ્રમ્પે ભારત પર લાદેલા ટેરિફ અને મિશ્ર વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યુ હતું. શેરબજાર લગભગ 500 પોઇન્ટ ઘટીને 0.60 ટકાના ઘટાડા સાથે 76120 પર ટ્રેડ કરી રહ્યુ છે, જ્યારે નિફ્ટી 150થી પણ વધુ પોઇન્ટના ઘટાડા સાથે 23180 પર ટ્રેડ કરી રહ્યો છે.
સરકારે ટ્રમ્પના સ્પેશિયલ ટેરિફ સાથે કામ કરવા માટે એક કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. ઉદ્યોગ મંત્રાલયની પ્રાથમિક સમીક્ષા અનુસાર, આ ભારત માટે સંપૂર્ણ ફટકો નથી. તે કેટલાક સેક્ટરો માટે હાનિકારક તો કેટલાક માટે ફાયદાકારક છે. જો યુએસની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવે તો ટેરિફ ઘટાડી શકાય છે.

એશિયન બજારોમાં ઘટાડો
ટ્રમ્પના ટેરિફ હુમલાથી વિશ્વભરના બજારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વૈશ્વિક વેપાર યુદ્ધના ભયને કારણે બજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં 350થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. એશિયન બજારો પણ તૂટ્યા હતા. નિક્કી 3 ટકા તૂટ્યો છે. બીજી તરફ અમેરિકન ફ્યુચર્સમાં પણ 4 ટકાનો ઘટાડો થયો છે. ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. ભારત પર 26% પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો છે. યુએસમાં પ્રવેશતા તમામ ઉત્પાદનો પર ઓછામાં ઓછો 10% ટેરિફ લાદવામાં આવશે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વિશ્વના અન્ય દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને તેની અસર એશિયન બજારોમાં તીવ્ર ઘટાડા સ્વરૂપે જોવા મળી રહી છે. ટ્રમ્પે ભારત પર ટેરિફ બોમ્બ પણ ફેંક્યો છે અને 26% ટેરિફ લાદ્યો છે. ત્યારે નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે કન્સેશનલ પારસ્પરિક ટેરિફની જાહેરાત કર્યા પછી જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 4 ટકાથી વધુ ઘટ્યો હતો. ગુરુવારે નિક્કી સ્ટોક ઇન્ડેક્સ 4.6% ઘટ્યો હતો. નિક્કી ઇન્ડેક્સ 34,102ને સ્પર્શ્યો હતો, જે આઠ મહિનામાં તેની સૌથી નીચી સપાટી છે.
અમેરિકાએ જાપાન પર 24% ઈમ્પોર્ટ ડ્યુટી લગાવી છે. ગિફ્ટ નિફ્ટી પણ ગુરુવારે શરૂઆતના કારોબારમાં 200થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. જાપાન ઉપરાંત દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ લગભગ 3% ઘટ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ તેના પાછલા બંધથી નીચે 23,094 પર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 પણ 1.55% ઘટ્યો.
આ પણ વાંચો:ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું, ચાંદી રૂ. 1 લાખ પર બંધ, જાણો ભાવ
આ પણ વાંચો:દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો, જાણો શું છે આજના ભાવ?
