Panchmahal News/ પંચમહાલ : ડેમમાં નહાવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 1 નો મળ્યો મૃતદેહ

ચાર વિદ્યાર્થીઓને તરતા આવડતું હોવાથી તેમનો બચાવ થયો હતો. 

Top Stories Gujarat

Panchmahal News : ગુજરાતના પંચમહાલમાં ડેમમાં નહાવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, પાધોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઘોઘંબાના શામળકુવા પાસેના ડેમમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન પાંચેય વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા.

આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે રાજગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ, પંચમહાલમાં પાધોરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં પાંચ વિદ્યાર્થીઓ આજે શનિવારે (5 એપ્રિલ, 2025) ડેમમાં નહાવા ગયા હતા.

આ દરમિયાન વિદ્યાર્થીઓ ડેમના પાણીમાં ડૂબ્યા હતા. પાંચેય વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને તરતા આવડતું ન હોવાથી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.  જ્યારે અન્ય ચાર વિદ્યાર્થીઓને તરતા આવડતું હોવાથી તેમનો બચાવ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો, કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીનો આપઘાત

આ પણ વાંચો:સુરતમાં વ્યાજખોરીના ચંગુલમાં વધુ એક જીંદગી હોમાઈ