Surat News: સુરત (Surat)માં પિતા અને કાકા પાસે સગા પુત્રે ખંડણી (Extortion) માંગતા ચકચાર મચી ગઈ છે. ઈબ્રાહિમ નાગોરીએ 90 વર્ષના ઈસ્માઈલ નાગોરી અને 80 વર્ષના કાકા યાકુબ નાગોરી પાસે બે ફ્લેટ અને તેની કિંમત જેટલા પૈસા માંગ્યા હતા તેમજ SMCમાં RTI કરી હતી. આખરે નાગોરી પરિવારે સુરત લાલ ગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
RTI અરજીઓથી લઈને ખંડણી (Extortion) સુધી કથિત કાર્યકરોની કાર્યપદ્ધતિ સામે આવી છે. જેમાં તેઓ પહેલા સરકારી કચેરીમાં RTI દાખલ કરશે અને બાંધકામ સંબંધિત બધી માહિતી અને નકશો મેળવશે. પછી તે સીધો બાંધકામ સ્થળ પર પહોંચતો. હાથમાં માપપટ્ટી વડે સ્થળ માપવાનો ડોળ કરી જે તે બાંધકામ યોજના મુજબ થયું નથી તેવો ડોળ કરતો. આ મોડસ ઓપરેન્ડી (Modus Operandi) આધારે, તેઓ બિલ્ડરોને કાયદાકીય કાર્યવાહી (Legal action)ની ધમકી આપતા અને ખંડણી (Extortion) માંગતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ રીતે RTI તોડબાજોએ લાખો રૂપિયાની ઉચાપત કરી છે.
સુરતમાં (Surat) RTI અરજી કરનારાઓનો એક બાદ એક ખુલાસો થઈ રહ્યો છે. જેમાં સુરતમાં પિતા અને કાકા પાસે સગા પુત્રે ખંડણી માંગ્યાનો SMCની તપાસમાં ખુલાસો થયો છે. બિલ્ડિંગ તોડાવી નાખવાની ધમકી આપી હતી તેમજ પુત્ર ઇબ્રાહીમ નાગોરીએ સમાધાન માટે ખંડણી (Extortion) માંગી હતી. બે ફ્લેટ અથવા તેની કિંમત જેટલા પૈસા માંગ્યા હતા. જેમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ઇબ્રાહીમ નાગોરીએ જ SMCમાં RTI કરી હતી. બાંધકામનો નકશો મેળવી અરજીઓ કરી હતી. આખરે પુત્રના ત્રાસથી નાગોરી પરિવારે સુરતની લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:RTIની આડમાં ખંડણીખોરો સામે પોલીસની લાલ આંખ
આ પણ વાંચો:લો બોલો, સુરતમાં કરોડોનાં કૌભાંડો પછી હવે રેકોર્ડ ગુમ, જાગૃત નાગરિકે કરેલી RTIમાં સામે થયા ખુલાસા
આ પણ વાંચો:સુરતમાં કથિત RTI ખંડણીખોરો સામે કાર્યવાહી, પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની ધરપકડ
