MANTAVYA Vishesh/ ‘ડમી’ સ્કૂલો સામે ‘અસલી’ તપાસ પણ નહીં…

હિન્દી ફિલ્મોમાં એક કોમન ડાયલોગ છે, ‘આખિર જિસ કા ડર થા વહી હુઆ’…. રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલોની તપાસને લઈને રાજ્યમાં રીતસરનો વીંટો વાળી દેવામાં આવ્યો હોય તેવી પ્રબળ સંભાવના છે….આશ્ચર્યની વાત તો એ છે કે CBSE બોર્ડે ડમી સ્કૂલોની તપાસ કરી, પણ ગુજરાત બોર્ડે આ મામલે રીતસર હાથ ખંખેરી નાખ્યા હોય તેવી સ્થિતિ છે….

Mantavya Vishesh

હિન્દી ફિલ્મોમાં એક કોમન ડાયલોગ છે, ‘આખિર જિસ કા ડર થા વહી હુઆ’…. રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલોની તપાસને લઈને રાજ્યમાં રીતસરનો વીંટો વાળી દેવામાં આવ્યો હોય તેવી પ્રબળ સંભાવના છે….આશ્ચર્યની વાત તો એ છે કે CBSE બોર્ડે ડમી સ્કૂલોની તપાસ કરી, પણ ગુજરાત બોર્ડે આ મામલે રીતસર હાથ ખંખેરી નાખ્યા હોય તેવી સ્થિતિ છે….

આશ્ચર્યની વાત તો એ છે કે  CBSE બોર્ડે  તપાસ કરી તે પહેલાં જ બોર્ડના તે સમયના સભ્યએ પત્ર લખીને ડમી સ્કૂલોને લઈને રજૂઆત કરવા માટે જણાવ્યું હતું…. આમ છતાં પણ હજુ સુધી તપાસ કરવામાં આવી નથી…. તપાસ નહીં પણ જાણે તપાસનું નાટક કરતાં હોય તેમ આદેશ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ જોઈએ છે તેવી તપાસ કરવામાં આવી ન હતી….

ડમી સ્કૂલના મામલે ગુજરાત શિક્ષણ બોર્ડના અધિકારીઓએ અચાનક જ દરોડો પાડતા હોય તેમ રાજકોટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતુ,…પરંતુ તેઓના જણાવ્યા મુજબ તેમના હાથમાં કશું આવ્યું ન હતું…. શિક્ષણ બોર્ડના પાંચ જેટલા અધિકારીઓની ટીમે પાંચથી છ જેટલી શંકાસ્પદ સ્કૂલોમાં રીતસરનો દરોડો પાડયો હતો….તેમા વિદ્યાર્થીઓની સંખ્યા અને હાજરીપત્રકની વિગતોની ચકાસણી કરવાનો તેઓએ દાવો કર્યો છે. આમ છતાં હજી સુધી તેમના હાથમાં કશું શંકાસ્પદ લાગ્યું નથી….

હવે રાજ્યમાં CBSE બોર્ડે પોતે તપાસ કરી તો તેમા ડમી સ્કૂલો પર તે રીતસર ત્રાટકી હતી…. આ તપાસના અંતે તેણે આવી સ્કૂલોને નોટિસ પાઠવી હતી અને આ જોડાણને રદ કરવા સહિતના પગલાં લીધા હતા…તેના આ પગલાંએ સ્કૂલોને હતપ્રભ કરી દીધી હતી, આ સ્કૂલોએ તેમના કાર્યકાળમાં આ પ્રકારની કોઈ કાર્યવાહી જોઈ ન હતી…. તેઓને તો એમ જ કે આ લાલિયાવાડી આમ ચાલે છે અને ચાલતી રહેશે…CBSE બોર્ડે આવી ઘણી બધી સ્કૂલોનું તેની સાથેનું જોડાણ રદ કરી દીધું હતું…

આના પગલે એવું માનવામાં આવતું હતું કે ગુજરાત બોર્ડ પણ વધારે ધારદાર તપાસ કરશે અને CBSE બોર્ડ કરતાં પણ વધુ આકરાં પગલાં લઈ શકશે…. પણ હજી સુધી ધારદાર તપાસની વાત તો બાજુએ મૂકીએ પણ પાશેરામાં પહેલી પૂણી પણ જોવા મળી નથી. આશ્ચર્યની વાત એ છે કે બોર્ડના સભ્યની રજૂઆત થવા છતાં પણ કોઈ તપાસ થતી નથી….

ગુજરાત શિક્ષણ બોર્ડના જ સભ્ય ડો. પ્રિયવદન કોરાટે પાંચ મે 2023ના રોજ અને 19 ડિસેમ્બર 2024ના રોજ પત્ર લખીને ડમી સ્કૂલોની તપાસ કરવા જણાવ્યું હતું…. હવે શિક્ષણ બોર્ડનો સભ્ય નામજોગ પત્ર લખે છે તો પણ તંત્ર તપાસ માટે હલતું નથી….આ જોતા તો રીતસર જાણે એવું જ લાગે કે ડમી સ્કૂલો કોઈને કોઈને મીઠી નજર હેઠળ ચાલે છે. તેના પર કોઈના અદ્રશ્ય આશીર્વાદ છે અથવા તો તેના સમર્થન પાછળ કોઈ અદ્રશ્ય હાથ છે.

તેમણે તેમના પત્રમાં ડમી સ્કૂલો કઈ રીતે ચાલે છે તેની કાર્યપદ્ધતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે IIT, IIM  અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ દસમું ધોરણ પાસ કર્યા પછી સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવતા હોય છે…. આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં 11 અને 12મા ધોરણના વિજ્ઞાનપ્રવાહમાં ફક્ત કાગળ પર પ્રવેશ મેળવવા જંગી ફી ભરે છે…. હવે ડમી શાળામાં શિક્ષકો ફક્ત કાગળ પર હોય છે, આ સ્કૂલો બારમા ધોરણના સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા માટેનું કેન્દ્ર પોતાની જ સ્કૂલોમાં મંજૂર કરાવે છે…. તેના પછી આ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષા લીધા વગર જ પાસ કરી દેવાય છે….આ વાસ્તવમાં શાળાકીય જોગવાઓનો ભંગ જ છે, પરંતુ આ છતાં ડમી સ્કૂલો બેફામ ચાલે છે….આમ અહીં સીધો વિદ્યાર્થીને શિક્ષણ આપવાનો હેતુ ગૌણ બની જાય છે અને રૂપિયા ઉઘરાવવા જાણે મુખ્ય કારોબાર બની જાય છે….

આ ડમી સ્કૂલોમાં પાછા ફક્ત પાટિયા જ હોય છે, શિક્ષકો પણ કાગળ પર હોય છે…. આવી સ્કૂલો સામે તપાસ કરવા રજૂઆત કરાઈ હતી…. આના માટે જિલ્લા મથકોએ આવી શાળાઓની તપાસના આદેશ પણ થયા ન હતા, પરંતુ હજી સુધી આ દિશામાં યોગ્ય પગલાં ન લેવાના કારણે એકપણ ડમી સ્કૂલ હાથે ચડી નથી…. હવે આવી ડમી સ્કૂલો પકડાતી નથી કે તેના સંચાલકો હાથમાં આવતા નથી કે હાલમાં તેમની સાથે વહીવટની પ્રક્રિયા ચાલી રહી છે તે તો તંત્ર જ જાણે છે અને કહી શકે છે….

આના પગલે રાજ્યમાં ડમી સ્કૂલોને લઈને જાણે દલા તરવાડીનું રાજ ચાલે છે તેવી સ્થિતિ છે….તંત્રનો જાણે આ ડમી સ્કૂલો સામે કાર્યવાહી કરવાનો કોઈ ઇરાદો જ નથી અથવા તો આ સ્કૂલો સામે તપાસનો ગાળિયો નાખવામાં આવે તે પહેલા જાણે તેમને છટકવા માટે સમય આપવામાં આવી રહ્યો છે… જો આમ ન હોય તો તેમની સામે કાર્યવાહી કરતાં પહેલાં જ તેમને બચવા માટેની છટકબારી અત્યારથી જ પૂરી પાડવામાં આવી રહી છે….આગામી દિવસોમાં કૌભાંડીઓના રૂપિયાથી માલામાલ થવાનો કારસો તો નથીને તેવો સવાલ પણ કેટલાક લોકો પૂછી રહ્યા છે….આમ હાલમાં તો એક જ સૂર ઉઠી રહ્યો છે કે ડમી કાંડની તપાસમાં બધુ જ જાણે ડમી છે….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?

આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો

આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત