MANTAVYA Vishesh/ વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

કહેવાય છે જ્યાં-જ્યાં વસે છે ગુજરાતી ત્યાં-ત્યાં સદા કાળ વસે છે ગુજરાત. ગુજરાતીઓ વિશ્વપ્રવાસી મનાય છે, પણ તેથી જ તેમણે વિશ્વમાં જ્યાં જાય ત્યાં મુશ્કેલીઓનો પણ સામનો કરવાનો આવે છે. તેથી વિશ્વમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, યુકે જેવા સ્થળોએ ગુજરાતીઓ હિંસાનો ભોગ બનતા પણ જોવા મળે છે.

Mantavya Vishesh

કહેવાય છે જ્યાં-જ્યાં વસે છે ગુજરાતી ત્યાં-ત્યાં સદા કાળ વસે છે ગુજરાત. ગુજરાતીઓ વિશ્વપ્રવાસી મનાય છે, પણ તેથી જ તેમણે વિશ્વમાં જ્યાં જાય ત્યાં મુશ્કેલીઓનો પણ સામનો કરવાનો આવે છે. તેથી વિશ્વમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, યુકે જેવા સ્થળોએ ગુજરાતીઓ હિંસાનો ભોગ બનતા પણ જોવા મળે છે.

ગુજરાતી પ્રમાણમાં અહિંસક હોવાથી તે હિંસાનો ભોગ બને તેવી સંભાવના વધી જાય છે. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં માંડ બેએક દિવસ પહેલા બનેલી ઘટનામાં ગુજરાતી યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી છે. મિહિર દેસાઈ નામના આ યુવાનને ક્રૂર રીતે રહેંસી નંખાયો છે. ગુજરાતના નવસારીના બિલિમોરીના વતની મિહિર દેસાઈ મેલબોર્નના બરવૂડ વિસ્તારમાં રહેતા હતા. તેમની હત્યા પાછી તેમના જ રૂમ મેટે કરી છે.

આ જ રીતે ગુજરાતના મહેસાણાના કનોડા ગામના વતની 56 વર્ષના પ્રદીપભાઈ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી ઉર્વી પટેલની પણ અમેરિકાના વર્જિનિયામાં તેમના સ્ટોરમાં જ હત્યા કરવામાં આવી હતી. જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન નામની વ્યક્તિએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી. સ્ટોર રાતે ખુલ્લો ન રાખવા બાબતે થયેલી દલીલ બાજીમાં જ્યોર્જ ફ્રેઝિયરે તેમની હત્યા કરતા ગુજરાતી સમાજમાં ઉહાપોહ મચી ગયો હતો.

આટલું જ નહીં બ્રિટનમાં લેસ્ટર પરગણામાં ફેક્ટરી માલિક 80 વર્ષીય ભીખાભાઈ કોળી સવારે ડોગ સાથે ટહેલવા નીકળ્યા હતા. તે સમયે તેમને કલ્પના પણ નહીં હોય કે આજનો દિવસ તેમના માટે અંતિમ દિવસ નીવડી શકે છે. ફક્ત 12 અને 14 વર્ષના ટીનેજર છોકરા અને છોકરીએ હેટક્રાઇમના પગલે તેમની હત્યા કરી હતી. આ બંને એશિયનોને ધિક્કારતા હતા.

કેનેડાના ઓન્ટેરિયોમાં રંગભેદના પગલે ધર્મેશ કથીરિયા નામના ગુજરાતી યુવાનની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા તેના 60 વર્ષના શ્વેત પડોશીએ કરી હતી. આ હત્યા કરતાં પહેલા તેણે ધર્મેશ અને તેની પત્નીને અપશબ્દો કહ્યા હતા અને ધર્મેશની હત્યા કરી હતી. કથીરિયા ભાવનગરનો વતની હતો અને તે 2019થી કેનેડામાં સ્ટુડન્ટ હતો.

આ પહેલા 13 ઓગસ્ટના રોજ ગુજરાતના વડોદરાના વતની મૈનાક પટેલની અમેરિકામાં નોર્થ કેરોલિનામાં સેલિસબરી ખાતે તેમના સ્ટોરની બહાર જ એક સગીરે ગોળી મારી હત્યા કરી હતી. આ બનાવે અમેરિકામાં રહેતા ગુજરાતી સમુદાયની ચિંતામાં વધારો કર્યો હતો.

હવે વિચાર કરો કે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ગુજરાતીઓની હત્યાનું કારણ શું છે. આ એશિયનો અને ભારતીયો પ્રત્યે હેટક્રાઇમ તો છે જ. પણ ગુજરાતીઓએ તેમની આગવી સૂઝ અને મહેનતથી ઊભી કરેલી તેમની સમૃદ્ધિ આ ગોરાઓ જ નહીં કાળાઓથી પણ જીરવાતી નથી.

તેઓને ફક્ત સોમથી શુક્ર ગધેડાની જેમ મહેનત કરવી છે અને શનિ-રવિ ફક્ત ઘોડાની જેમ જલસા કરવા છે. તેમના મગજમાં બીજો કોઈ વિચાર નથી. તેઓના કોઈ કૌટુંબિક મૂલ્યો નથી. તેઓમાં વિશેષ સૂઝ પણ નથી.

તેથી તેઓ જ્યારે પણ તેમનાથી વધારે સૂઝવાળા લોકોને જુએ છે ત્યારે તેમનો ઇર્ષા આવે છે. તેઓ ગુજરાતીઓના કુટુંબો જુઓ છે અને તેમના સમુદાય વચ્ચેના આટલા જબરદસ્ત આયોજન જુએ છે. તેની સાથે આટલું આધ્યાત્મિક ઊંડાણ તથા પારિવારિક જોડાણ જુએ છે ત્યારે આ લોકોને પોતાનું જીવન એકદમ તુચ્છ લાગે છે. તેઓને લાગે છે કે તેઓ મૂલ્યથી લઈને સંપત્તિ બધી જ રીતે તેમનાથી બધી રીતે ઉતરતા સ્તરના છે.

આ ઉપરાંત ગુજરાતીઓ મળતાવડા હોવાથી બધે જ ભળી જાય છે. બીજાનો વિપરીત સ્વભાવ અને પ્રકૃત્તિને પણ હસતા મોઢે સહન કરી લે છે. આ બધી વિપરીત સ્થિતિ વચ્ચે પણ ગુજરાતીઓએ આખા અમેરિકાનો મોટેલ ઉદ્યોગ ઊભો કર્યો છે. હવે તેઓ અમેરિકાના હોટેલ ઉદ્યોગ પર પણ તેમનો અંકુશ જમાવી રહ્યા છે. આ પ્રગતિ ત્યાંના શ્વેત રાષ્ટ્રવાદીઓ અને બ્લેક અમેરિકનો માટે તથા કેનેડામાં પણ આવા શ્વેત રાષ્ટ્રવાદીઓને પચાવવી અઘરી પડી છે. ઓસ્ટ્રેલિયામાં પણ આવું જ છે.

ગુજરાતીઓની ઉદ્યોગસાહસિકતા તેઓ ગમે ત્યાં જાય તેમને આગળ લઈ જાય છે. તેની સાથે-સાથે રૂપિયા આવવા તો પણ કૌટુંબિક મૂલ્યોની જાળવી રાખવાની ભાવના અને સમાજ માટે કરી છૂટવાની ભાવને તેમને મુઠી ઉંચેરા બનાવે છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો કન્સેપ્ટ અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં તો હમણા આવ્યો, પરંતુ ગુજરાતીઓમાં શ્રેષ્ઠીપદની ભાવના તો યુગોથી છે. જ્યારે પણ સમાજ પર કે દેશ પર આફત આવી છે ત્યારે ગુજરાતીઓએ તેમની તિજોરીના દરવાજા ખોલી દીધા છે. તેઓએ વિદેશમાં પણ આ રીતે જ્યારે વાવાઝોડા જેવી આફતો આવી છે ત્યારે કેટલાય લોકોને આશરો આપ્યો છે, કેટલાય લોકોને મહિનાઓ સુધી એમને એમ જમાડ્યા છે.

તેના કારણે ગુજરાતી દુકાનદારથી લઈને ઉદ્યોગપતિઓએ વિદેશમાં જે માનપાન મેળવ્યા છે તે આ શ્વેત રાષ્ટ્રવાદીઓ અને બ્લેક અમેરિકનો માટે ગળે ઉતારવા અઘરા છે. આજે અમેરિકાના અર્થતંત્રમાં પણ ગુજરાતીઓનું પ્રદાન જબરદસ્ત છે. આ સતત વધી રહ્યુ છે. આગામી દિવસોમાં ગુજરાતીઓ અમેરિકન અને કેનેડિયન અર્થતંત્રનો મહત્વનો હિસ્સો બની જાય તો પણ આશ્ચર્ય નહીં થાય.

તેમની તુલનાએ શ્વેત રાષ્ટ્રવાદીઓ અને બ્લેક અમેરિકનો ઘણા પાછળ છે. તેઓની કુટુંબ વ્યવસ્થા જેવું જ નથી. કેટલાય લગ્નો અને છૂટાછેડાઓના લીધે તેમના પરિવાર ક્ષતવિક્ષત છે. તેઓનો કોઈ સમાજ નથી, બધા જ છૂટાછૂટા રહે છે. મર્યાદિત મિત્રો હોય છે અને આમ સામાજિક સ્તરે તેમની હાલત કફોડી હોય છે. જ્યારે ગુજરાતીઓ સામાજિક સ્તરે ભેગા થઈ હોળીથી લઈને દિવાળી જેવા તહેવાર ઉજવે છે આ રીતે તેમણે ભારત પ્રત્યેનું સાંસ્કૃતિક જોડાણ પણ જાળવી રાખ્યું છે. આજે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં દિવાળી જેવા તહેવારની રાષ્ટ્રીય રજા જાહેર થઈ છે.

આ સંજોગોમાં આગામી દિવસોમાં ગુજરાતીઓ પર હુમલા વધતાં જશે તો આશ્ચર્ય નહીં થાય. તેમા પણ ટ્રમ્પ શાસનમાં આ બાબત કદાચ વરવી હકીકત બનીને સામે આવી શકે તેમ છે. તેથી આગામી ચાર વર્ષ કમસેકમ અમેરિકામાં તો ગુજરાતીઓએ ચેતતા રહેવું પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?

આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો

આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત