Ahmedabad News/ ગુજરાત કોસ્ટગાર્ડ અને ATSએ રૂપિયા 1800 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

300 કિલોનો ડ્રગ્સનો માતબર જથ્થો ઝડપી ડ્રગ્સનો વેપાર કરનારાઓને માત આપી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ભારત સરકાર અને ભાજપ સરકારે આખા દેશમાં ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવ્યું છે. આને લઈને ગુજરાતથી લઈને આસામ સુધી અને કાશ્મીરથી લઈને કેરળ સુધી કેન્દ્રના તંત્ર દ્વારા યુવા ધનને બરબાદ કરતાં માદક પદાર્થો સામે વ્યાપક અભિયાન છેડવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તંત્રને ડ્રગ્સ માફિયાઓ પર તૂટી પડવા માટે સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. તેના ભાગરૂપે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારની પોલીસ ડ્રગ્સ માફિયાઓ પર રીતસર ત્રાટકી છે. ગુજરાતના દરિયાકાંઠેથી પકડાયેલું 1,800 કરોડનું ડ્રગ્સ આ અભિયાનની જ ફળશ્રુતિ છે એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું.

ગુજરાત કોસ્ટગાર્ડ (Coastguard) અને ATSએ રૂપિયા 1800 કરોડનું ડ્રગ્સ (Drugs) ઝડપી મોટી કાર્યવાહી હાથ ધરી છે. 300 કિલોનો ડ્રગ્સનો માતબર જથ્થો ઝડપી ડ્રગ્સ (Drugs)નો વેપાર કરનારાઓને માત આપી છે. આ ઓપરેશન પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડના જહાજને જોઈને, પાકિસ્તાની બોટ ચાલકોએ ડ્રગ્સ દરિયામાં ફેંકી નાસી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાર્ડે પાણીમાંથી ડ્રગ્સ (Drugs)નો જથ્થો જપ્ત કર્યો હતો. આ કામગીરી 12-13 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ ડ્રગ્સ (Drugs)નો પર્દાફાશ કેવી રીતે થયો તે અંગે જણાવતા કહ્યું કે, ગુજરાત ATSને બાતમી મળી હતી કે ફિદા નામનો ડ્રગ માફિયા 400 કિલો નશાકારક પદાર્થ પાકિસ્તાનની માછીમારી કરતી બોટમાં ભરીને માલ પોરબંદર નજીક IMBL (International Maritime Boundary Line) લાવવામાં આવવાનો છે. ચેનલ નંબર 48 પર કોલ સાઈન રમિઝના નામથી તામિલનાડુની બોટને સાદિક નામથી બોલાવી ડ્રગ્સને તામિલનાડુ મોકલવાનો હતો.

ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSના અધિકારીઓએ વોચ રાખીને ઈસમોને ઝડપી લીધા હતા. બોટમાં બેઠેલા ઈસમોએ ભૂરા રંગના ડ્રમ દરિયામાં ફેંકી દીધા હતા અને નાસી ગયા હતા. કોસ્ટગાર્ડ અને ATSને ડ્રમમાંથી 311 ડ્રગ્સનાં પેકેટ મળી આવ્યા હતા જેમાં 311 કિલો નશાકારક પદાર્થોનો જથ્થો હતો. ડ્રગ્સની બજાર કિંમત લગભગ રૂપિયા 1800 કરોડ થાય છે.

અગાઉ ગુજરાત ATSએ ખંભાત (Khambhat) બાદ ધોળકામાં મોટા પ્રમાણમાં માદક પદાર્થો(Drugs)નો જથ્થો જપ્ત કર્યો હતો. અમદાવાદના ધોળકામાં પુલેન ચોકડી વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ગોડાઉનમાં બાતમીના આધારે ATS ત્રાટકી હતી. મોડી રાત્રિથી ATSની ટીમ દ્વારા ધોળકામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ગોડાઉનમાં મોટી માત્રામાં નશીલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ATSએ ખંભાત બાદ ધોળકામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો

આ પણ વાંચો:ગુજરાત ATS અને NCBને મળી મોટી સફળતા, રૂપિયા 230 કરોડનું ડ્રગ્સ કબ્જે કરાયું

આ પણ વાંચો:ગુજરાત ATSને મળી જબરદસ્ત સફળતા, સુરતમાંથી ડ્રગ્સ બનાવવાનું 4.5 કરોડનું કેમિકલ જપ્ત