Kadi News : જમીનની નોંધ પડાવવા માટે એક જાગૃત નાગરિક પાસેથી રૂ.10,000 ની લાંચ લેતા કડી મામલતદાર કચેરીના નાયબ મામલદાક અને કોમ્પ્યુટર ઓપરેટરની ACBએ ધરપકડ કરી છે.
આ કેસની વિગત મુજબ મહેસાણા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં જમીનની નોંધો પડાવવા, નોંધની નકલો મેળવવા, નવી-જુની શરતોમાં ફેરફાર કરવા સારૂ આવતા અરજદારો પાસેથી રૂ.૫,૦૦૦/- થી રૂ.૨૫,૦૦૦/- સુધીના ગેરકાયદેસર લાંચ માંગતા હોવાની મળી હતી.
જેને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડી મામલતદાર કચેરી ખાતે જમીનની કાચી પડેલ નોંધ પરથી પાકી નોંધ કરવા સારું આ કામના આરોપી કડી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (મહેસુલ) વિપુલકુમાર મનુભાઇ પ્રજાપતિએ એક જાગૃત નાગરિક સાથે રૂા.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. .
જે પૈકી રૂા.૧૦,૦૦૦/- મામલતદાર કચેરી કડીના પ્રિન્સ મનોજકુમાર ભાવસાર કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) ને આપવાનું કહ્યું હતું., જેમાં નાયબ મામલતદાર (મહેસુલ) ની કચેરીમાં, લાંચ સ્વાકીરતા બન્ને આરોપી ઝડપાઈ ગયા હતા.
આ પણ વાંચો:રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે, આ અભિયાનનો કરાવશે પ્રારંભ
આ પણ વાંચો:અમદાવાદ સંમેલન પછી, રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પહોંચશે અને ‘નવી કોંગ્રેસ’ બનાવવાનું શરૂ કરશે
આ પણ વાંચો:સાવરકર અંગે આવું કેમ કહ્યું, રાહુલ ગાંધી કોર્ટમાં આપશે પુરાવા: મંજૂરી મળી
