Rajkot News: રાજકોટ(Rajkot)માં પૂર્વ MLAએ ધોરાજી (Dhoraji)માં ટેકાના ભાવે કરાતી તુવેરની ખરીદીમાં નાફેડ અધિકારીઓની મનમાની કરતા હોવાનો આરોપ મૂક્યો છે. 6700 ખેડૂતોએ ટેકાના ભાવે નોંધણી કરાવી હતી પરંતુ ઓછી ખરીદી કરવી પડે એટલે સેટેલાઈટમાં પાક બતાવાયો જ નહીં અને ખેડૂતોએ ખેતરોમાં તુવેર વાવી નહીં હોવાના બહાના બતાવી 2475 ખેડૂતોની નોંધણી રદ્દ કરાઈ હતી. સરકાર આ મામલે તાત્કાલિક ઉકેલ લાવે તેવી અપીલ કરી છે.
રાજકોટ (Rajkot) જીલ્લાના ધોરાજી તાલુકામાં ટેકાના ભાવે કરાતી ખરીદીમાં વધુ એક વિવાદનો જન્મ થયો છે. નાફેડ (NAFED) અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાના આક્ષેપો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા છે. તુવેર દાળની ખરીદીમાં નાફેડ અધિકારીઓ મનમાની કરતા હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. ધોરાજી તાલુકામાં 6700 ખેડૂતોએ ટેકાના ભાવે નોંધણી કરાવી છે. ઓછી ખરીદી કરવી પડે એટલે સેટેલાઇટમાં પાક બતાવાયો જ નહતો. ખેડૂતો (Farmers)એ ખેતરોમાં તુવેર દાળ વાવી જ નહીં હોવાના બહાના હેઠળ તાલુકાના 2475 ખેડૂતોની નોંધણી રદ્દ કરી હતી.
ત્યારે ખેડૂતો નોંધણી રદ્દ કરાયેલ પાકની સાબિતી આપવા પણ તૈયાર દેખાયા છે. ઈરાદાપૂર્વક તુવેરની ખરીદી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ પૂર્વ MLA લલિત વસોયાએ કર્યો છે. સરકાર અને કૃષિ મંત્રી દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા ખેડૂતોએ અપીલ કરી છે. તાજેતરમાં ભારતીય કિસાન સંઘે CMને પત્ર લખી રદ કરાયેલ નોંધણીવાળા ખેડૂતોની તુવેર દાળ તાત્કાલિક ખરીદવામાં આવે તેવો પત્ર પણ લખ્યો હતો. જેમાં સેટેલાઈટ સર્વેનાં આધારે 10 હજાર ખેડૂતોની નોંધણી રદ્દ કરાઈ હતી. ખેડૂતોનો આરોપ છે કે જે સેટેલાઈટ જમીનમાં તુવેર દાળ દેખાય છે તે બીજાનાં નામે બતાવે છે. જેને પાક વાવ્યો છે તે જમીન માપણીમાં પણ ભૂલ દેખાય છે. ખેડૂતોને તમે પાક વાવ્યો જ નથી તેમ કહેતા હજારો ખેડૂતોએ નિરાશ થવાનો વારો આવ્યો છે.
ખેડૂતોનો આરોપ છે કે સરકારની જમીન માપણીમાં ભારોભાર ભૂલ દેખાય છે છતાં, ખેડૂતોએ તેનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સેટેલાઈટ સર્વેમાં પાક, જમીન સહિતની ભૂલો દેખાતા ખેડૂતો નાફેડના અધિકારીઓ પર રોષે ભરાયા છે.
આ પણ વાંચો:મગફળી બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ : CCI સર્વરના ધાંધિયાથી રાજ્યભરમાં ખેડૂતો પરેશાન
આ પણ વાંચો:ટેકાના ભાવે 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી, 200 મણ પ્રતિદિન ખરીદી
