Kutch News: જમીન એલોટમેન્ટ (Land Allotment) ગોટાળામાં ભુજ કોર્ટે (Bhuj Court) પૂર્વ IAS પ્રદિપ નિરંકારનાથ શર્મા (Pradip Sharma)ને દોષી જાહેર કર્યા છે. જિંદાલ ગૃપને જમીન આપી તેમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
કચ્છના પૂર્વ કલેકટર સાથે અન્ય ત્રણને પણ પાંચ વર્ષની સજા કરવામાં આવી છે. પૂર્વ ડેપ્યુટી કલેક્ટર અજીતસિંહ ઝાલાને પણ કસ્ટડીમાં લેવાયા છે. ટાઉન પ્લાનર મોતીભાઈ દેસાઈ, મામલતદાર પ્રજાપતિ પણ જેલ હવાલે કરાયા છે.
કચ્છ (Kutch)ના ભુજમાં વર્ષ 2003માં દાખલ થયેલી ગેરકાયદેસર જમીન ફાળવણી મામલે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કચ્છના તત્કાલીન નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્મા પર ગુનાહિત વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પૂર્વ IAS વિરૂદ્ધ 1973ની 439 કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 409, 217, 120B, 114 સહિતની કલમો લગાડવામાં આવી હતી.
પૂર્વ IAS પ્રદીપ નિરંકારનાથ શર્મા કચ્છમાં કલેક્ટર તરીકે વર્ષ 2003-06માં ફરજ બજાવતા હતા ત્યારે વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ શો પાઇપ્સ કંપનીને બજાર કિંમતથી નીચી કિંમતે જમીન એલોટ કરવાના આરોપો લાગ્યા હતા, તે સિવાય 3 ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા
આ પણ વાંચો:બિલ્કીસ બાનુ ગેંગરેપના દોષીઓ શરણે થયા, મોડી રાત્રે વાહનોમાં ગોધરા જેલ પહોંચ્યા
આ પણ વાંચો:સરકારે રાજીવ ગાંધી કેસની દોષી નલિની શ્રીહરનના પેરોલ મંજૂર કર્યા
