Gujarat News : રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા.તેમણે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી તેમજ મહાદેવનો જળાભિષેક કર્યો હતો.

મંત્રી દ્વારા શ્રી સોમનાથ મહાદેવ પાસે સમગ્ર રાજ્યના કુશળક્ષેમ અને સર્વ વ્યાપી વિકાસની પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી મંદિરના પૂજારી દ્વારા તેઓને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ અર્પણ કરી મહાનુભવનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની ભરતીમાં ગેરરીતિ સામે કોર્ટમાં જઈશું
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં,અંગ્રેજી ભવનમાં શોર્ટ ટર્મ કોર્સમાં ગેરરીતિનો આરોપ
આ પણ વાંચો:વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર! ગેરરીતિ અંગે કમિશ્નરે સોંપ્યો રિપોર્ટ
