Bhavnagar News/ મહુવા નગરપાલિકા સુપરસીડ થશે, ભાજપમાં ચાલતા જૂથવાના લીધે સર્જાઈ સ્થિતિ

ભાવનગરની મહુવા નગરપાલિકા (Mahua Municipal Corporation) પ્રાદેશિક કમિશ્નરના તાબામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે. મહુવા નગરપાલિકામાં ભાજપ (BJP)ના 25 સભ્યો વચ્ચે જૂથવાદના કારણે વિવાદ સર્જાયો છે.

Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરની મહુવા નગરપાલિકા (Mahua Municipal Corporation) પ્રાદેશિક કમિશ્નરના તાબામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે. મહુવા નગરપાલિકામાં ભાજપ (BJP)ના 25 સભ્યો વચ્ચે જૂથવાદના કારણે વિવાદ સર્જાયો છે. બજેટ સામે 19 સભ્યોએ દરખાસ્ત રજૂ કરી હતી. 22 એપ્રિલ બજેટ રજૂ કરવાની છેલ્લી તારીખ છે. જો બજેટ પસાર નહીં થાય તો પાલિકા સુપરસીડ થઈ શકે છે. તેથી આ પાલિકાનો વહીવટ ભાજપના કોર્પોરેટરો પાસે રહે જ નહીં તથા વહીવટદાર પાસે રહે તેવી સંભાવના છે.

આ સંદર્ભે પ્રાદેશિક કમિશનરે નગરપાલિકા પ્રમુખ સહિત 36 કોર્પોરેટરોને નોટિસ મોકલી તેમનો જવાબ માંગ્યો છે. ભાવનગરની મહુવા નગરપાલિકામાં બજેટ રજૂ કરવાની છેલ્લી તારીખ આવતીકાલે છે. જો આવતીકાલે બજેટ રજૂ નહીં થાય તો પાલિકા નિયંત્રણમાં આવે તેવી શક્યતાઓ છે. ભાજપમાં આંતરિક વિખવાદના કારણે પાલિકા કમિશ્નરના તાબામાં આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રદેશ કમિશનરે (Commissonar) પાલિકા પ્રમુખ સહિત 36 કોર્પોરેટરોને નોટિસ ફટકારી છે. તેમણે આ મુદ્દે સ્પષ્ટતા પણ માંગી છે. હાલમાં પાલિકાના 36 કોર્પોરેટરોમાંથી 25 ભાજપના, પાંચ કોંગ્રેસના અને 6 સમાજવાદી પાર્ટીના છે. ભાજપના 25 સભ્યોમાંથી 19 સભ્યોએ બજેટના વિરોધમાં મતદાન કરતાં બજેટ મંજૂર થયું ન હતું. આના પગલે પ્રાદેશિક કમિશનર દ્વારા આ તમામ સભ્યોને નોટિસ પાઠવવામાં આવી છે.

નિયમ મુજબ બજેટ (Budget) પાસ કરવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ છે.બીજી તરફ રાજ્ય સરકારે મહુવા નગરપાલિકાને પણ નોટિસ મોકલી છે. આ નોટિસમાં સરકારે શા માટે નગરપાલિકાને કબજો લેવામાં ન આવે તે અંગે ખુલાસો માંગ્યો છે. બીજી તરફ નગરપાલિકા પ્રમુખ 22મી એપ્રિલે સામાન્ય સભા બોલાવવાના હતા, પરંતુ સભ્યોને આ અંગે કોઈ સૂચના મળી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મુદ્દો ગરમાયો, બેન્ક ડિરેક્ટર અને કર્મચારીઓ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ

આ પણ વાંચો: ભાવનગરમાં પૈસા આપીને ભાજપના સભ્ય બનાવાતા હોવાનો કથિત વીડિયો વાયરલ, જુઓ