Ahmedabad News/ સાણંદમાં IPLની મેચ પર સટ્ટા સાથે દારૂની મહેફિલ માણતા સાત શખ્સો ઝડપાયા

13 મોબાઈલ, ટીવી, રોકડ રકમ અને પાંચ વાહનો, દારૂની 26 બોટલ. ચાર બિયરના ટીન વગેરે મળીને કુલ રૂ. 33,68,995 નો મુદ્દામાલ કબજે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : સાણંદમાં IPLની મેચ પર સટ્ટા સાથે દારૂની મહેફિલ માણતા સાત શખ્સોને અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીએ ઝડપી લીધા હતા.એલસીબી પોલીસને માહિતી મળી હતી કે સાણંદ ગામની સીમમાં , કલહાર બ્લ્યુ ગ્રીન મકાનમાં કેટલાક શખ્સો IPLની મેચ પર સટ્ટા સાછે દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.

તપાસમાં આરોપીઓ IPL 2025ની ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ મેચ પર સટ્ટો રમતા હતા અને સાથે સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેમાં પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે 13 મોબાઈલ, ટીવી, રોકડ રકમ અને પાંચ વાહનો, દારૂની 26 બોટલ. ચાર બિયરના ટીન વગેરે મળીને કુલ રૂ. 33,68,995 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ કેસમાં સાણંદમાં રહેતા સહદેવસિંહ કે.ઝાલા, રાજકોટના હિરેન સી.માકડીયા, સાઉથ બોપલના પ્રતાપ એમ.સિંધવ, રાજકોટના વિરલ એ.અગ્રાવત, સાણંદના પુર્વરાજસિંહ જે.વાઘેલા, સાણંદના હરપાલસિંહ જી.વાઘેલા અને ગાંદીનગરના સંગ્રામ એ.ડોડીયાની ધરપકડ કરી હતી.

આ કાર્યવાહી એલસીબીના પી.આઈ.આર.એન.કરમટીયા, પી.આઈ કે.એ.સાવલીયા, એએસઆઈ ધરમશી દેસાઈ તથા તેમની ટીમે બજાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢનાં સુખપુર ગામે મુખ્ય સુત્રધારના કારખાનામાં જ નકલી નોટો છાપતા હતા

આ પણ વાંચો:શાહરૂખના રેસ્ટોરન્ટમાં નકલી પનીર? 2 ટીપાં નાખ્યા પછી થઈ ગયું વાદળી, ઘરે 5 સેકન્ડમાં નકલી ઓળખો

આ પણ વાંચો:જામખંભાળીયામાંથી નકલી CID અધિકારી ઝડપાયો