Ahmedabad News/ VS હોસ્પિટલ ક્લિનિકલ કૌભાંડ અંગે કૌભાંડી ડોકટર દેવાંગ રાણાએ કર્યો ખુલાસો

ત્રણ દર્દીઓના મોત  પછી દર્દીઓ પર દવાના દુરુપયોગ અને હવે VS હોસ્પિટલ ક્લિનિકલ કૌભાંડ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

Top Stories Gujarat

Ahmedabad News: VS હોસ્પિટલ (VS Hospital) ક્લિનિકલ કૌભાંડ મા એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પહેલા  ત્રણ દર્દીઓના મોત  પછી દર્દીઓ પર દવાના દુરુપયોગ અને હવે VS હોસ્પિટલ ક્લિનિકલ કૌભાંડ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં કૌભાંડી ડોકટર દેવાંગ રાણાએ સસ્પેનશન અંગે મોટો ખુલાસો કર્યો છે.AMC METને લેખિતમાં ખુલાસો કર્યો છે… જેમાં દેવાંગ રાણાએ કહ્યું  મેં કોઈપણ પ્રકારની ગંભીર બેદરકારી, નાણાકીય ગેરરીતિ કે ગેરવર્તણૂક આચરી નથી.મ્યુનિસિપલ કમિશનર અને NHL મેડિકલ કોલેજના ડિનના આદેશથી મને વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ હેડ બનાવ્યો હતો.

દેવાંગ રાણાએ કહ્યું કે NHL મેડિકલ કોલેજના ડિન અને વીએસ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટની મંજૂરીથી કામગીરી કરેલ છે. AMC મેટની SOP માત્ર NHL, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અને AMCMET ડેન્ટલ કોલેજ પૂરતી જ મર્યાદિત છે. મારી કામગીરી માત્ર એગ્રીમેન્ટ મુજબ ક્લિનિકલ ટ્રાયલ થયેલા છે કે નહીં તે જોવાની છે. અને  નાણાકીય વ્યવહારોની કામગીરી કે જવાબદારી મારી નથી. AMCએ મારી પાસેથી કોઈપણ પુરાવા માંગ્યા નથી. અને પ્રિન્સિપલ ઇન્વીસ્ટીગેટર તરીકે તમામ પુરાવા વીએસ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટને 17 માર્ચ અને 28 માર્ચે આપ્યા હતા. દેવાંગ રાણા એ કહ્યું કે જેમાં આજ સુધી થયેલ તમામ ટ્રાયલની માહિતી વિગતવાર આપી છે .DCGIના નિયમ મુજબ તમામ ટ્રાયલ થયેલા છે, એટલુજ નહીં તમામ ટ્રાયલ સુપ્રીટેન્ડન્ટની જાણમાં થયેલ છે. જેની તપાસ કરીને ખરાઈ થયેલ છે.

આ સિવાય મને મળેલ મહેનતાણાની રકમની માહિતી સાઇટ મેનેજિંગ ઓફિસર દ્વારા આપને જણાવેલ છે.મારા સગા સંબંધીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની વાત ખોટી છે. તમામમાં હું જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર છું અને તમામ રકમ મને મહેનતાણા તરીકે મળેલ છે.આ બાબતે ઉપરી અધિકારી તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો દેવાંગ રાણાનો આરોપ છે. જો કે  22 જાન્યુઆરી 2025ના રોજ દેવાંગ રાણાએ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી.

આપને જણાવી દઈએ અમદાવાદ શહેરમાં કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત V.S. (વાડીલાલ સારાભાઈ) હોસ્પિટલ ખાતે દર્દીઓ પર દવાના દુરુપયોગના કૌભાંડની તપાસ દરમિયાન મળી આવેલા દસ્તાવેજોનાં આધાર પર વર્ષ 2021 બાદ 500 દર્દીઓ પર 58 જેટલા ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કરવામાં આવ્યા હતા. ડૉ. મનીષ પટેલ, ડૉ. દેવાંશ રાણા સહિત સંડોવાયેલા ડોક્ટરો પાસેથી રૂપિયા 1 કરોડથી વધુની રકમ વસૂલાશે. આ કૌભાંડમાં NHL કોલેજના ડીન ડો. ચેરી શાહ, ફાર્માકોલોજી વિભાગના વડા ડો. સુપ્રિયા મલ્હોત્રા અને હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહને પણ અમદાવાદ મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવશે.

બોર્ડ મીટિંગમાં કાઉન્સિલર રાજશ્રી કેસરીએ આરોપ લગાવ્યો હતો કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ત્રણ દર્દીઓના મોત થયા હતા, ડોક્ટરોએ ભેગા મળીને કરોડો રૂપિયા ભેગા કર્યા હોવાના આક્ષેપો કરાયા હતા. આ ઉપરાંત, ડો. પારુલ શાહ તપાસ સમિતિમાં છે, પરંતુ તેમને તપાસ સમિતિ (Inquiry Committee)માંથી દૂર કરવાની માગ થઈ રહી છે કારણ કે તેમણે ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) માટે S-4 રિસર્ચ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:VS હોસ્પિટલ ક્લિનિક્લ ટ્રાયલમાં 3નાં મોતની આશંકા, કોંગ્રેસ કોર્પોરેટરે પરિવારને વળતર અપાવવાની માગ કરી

આ પણ વાંચો:V.S. હોસ્પિટલમાં દર્દીઓ પર થતું હતું ક્લિનિકલ રિસર્ચ! એક ટેસ્ટ માટે પડાવતાં હતા 32 લાખ રૂપિયા

આ પણ વાંચો:રાજકોટ સમર્પણ હોસ્પિટલના કર્મચારી સહિત 5 આરોપીઓની ધરપકડ