National News/ સિંધુ જળ સંધિ કરાર રદ્દ ,જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ કેન્દ્રના આકરા પગલા

પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 26 થી વધુ લોકો માર્યા ગયા હતા

Top Stories India Breaking News

National News : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરલકાર દ્વારા આકરા પગલા લેવાયા છે. જેમાં સિંધુ જળ સંધિ કરાર રદ્દ કરી દેવામાં આવ્યો છે. તે સિવાય અટારી અટારી-વાઘા બોર્ડર ચેક પોસ્ટ બંધ કરાશે. ઉપરાંત 24 કલાકમાં પાકિસ્તાનીઓને ભારત છોડવા આદેશ આપવામાં આવ્યો છે. તે સિવાય  પાક.ના ઉચ્ચાયુક્તને પરત પાકિસ્તાન મોકલાશે. તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવશે.

એટલું જ નહી ભારતમાં પાકિસ્તાન દુતાવાસ બંધ કરી દેવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025 ના રોજ, પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 26 થી વધુ લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ બેઠક (CCS)માં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા. આ CCS બેઠક અઢી કલાક ચાલી. તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, NSA અજિત ડોભાલ સહિત ઘણા અધિકારીઓ હાજર હતા.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું, ‘પહેલગામ આતંકવાદી હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS)એ 5 મોટા નિર્ણયો લીધા છે-

પહેલું: પાકિસ્તાન સાથે 1960નું સિંધુ જળ કરાર તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી આ કરાર સ્થગિત કરવામાં આવ્યું છે.
બીજું: અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે. જે લોકોએ માન્ય પરવાનગી સાથે આ માર્ગે સરહદ પાર કરી છે તેઓ 1 મે, 2025 પહેલા આ જ માર્ગે પાછા ફરી શકે છે.
ત્રીજું: પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા મુક્તિ યોજના (SVES) હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ જારી કરાયેલા બધા SVES વિઝા અમાન્ય ગણવામાં આવશે. SVES વિઝા પર હાલમાં ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોએ 48 કલાકની અંદર દેશ છોડી દેવો પડશે.
ચોથું: નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમને ભારત છોડવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

પાંચમું: ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પાછા ખેંચી રહ્યું છે. સંબંધિત હાઇ કમિશનમાં આ જગ્યાઓ નાબૂદ ગણવામાં આવશે.સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બીજી તરફ, પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલાના બીજા દિવસે બુધવારે શ્રીનગરથી દિલ્હી સુધી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી.

પહેલગામ હુમલામાં 27 લોકો માર્યા ગયા છે. 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે બૈસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. મૃતકોમાં યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા.અહીં, સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે.

ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે, જે પાકિસ્તાનમાં હાજર છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલામાં 5 આતંકવાદીઓ સામેલ હતા. આમાંથી બે સ્થાનિક અને ત્રણ પાકિસ્તાની આતંકવાદી હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત

આ પણ વાંચો:હત્યા સમયે કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ડિનર ટેબલ પર બેઠા હતા અને માછલી ખાતા હતા, તેમની પત્નીએ તેમનો જીવ લીધો