Relationship: લગ્ન (Marriage)નો અર્થ હવે માત્ર સાત ફેરા અને જીવન એકસાથે નથી. સમય સાથે સંબંધોની વ્યાખ્યાઓ પણ બદલાઇ ગઇ છે અને અત્યારે કપલ્સ પોતાના સંબંધોને લઇને પહેલા કરતા વધારે અલર્ટ અને પ્રાયોગિક બની ગયા છે.

અત્યારમાં સમયમાં લગ્નનો અર્થ ફકત સાત ફેરા અને એકસાથે સિમિત જીવન નથી રહ્યું. હવે તો સંબંધોની વ્યાખ્યાઓ બદલાઇ રહીં છે અને યુગલ પોતાના સંબંધોમાં વધુ સતર્ક, ખુલ્લી વિચારધારા અને પ્રાયોગિક થઇ રહ્યાં છે. પ્રેમ લગ્ન (Love Marriage)ને એક સમયે આધુનિક વિચારસરણીનું પ્રતિક માનવામાં આવતા હતા. આજે લગ્નના નવા ખ્યાલ વધારે લોકપ્રિય બની રહ્યા છે. ચાલો જાણીએ લગ્નના પાંચ અનોખી પંરપરાઓ વિશે, જે સંબંધોનું ચિત્ર બદલી રહ્યું છે.

- પ્યાર દોસ્તી હે
આ સંબંધમાં પાર્ટનર લગ્નને એક ટીમવર્ક તરીકે જોવે છે. રોમાન્સ હોય શકે નહીં પણ પરસ્પર સમજાણ, રિસ્પેક્ટ અને લાઇફ ગોલ્સ વેચાયલા હોય છે. બાળક માટે કોઇ દબાણ હોતું નથી અને યુગલ પોતોની પ્રોફેશનલ અને પર્સનલ ગ્રોથને પ્રાયોરિટી આપે છે.
- સાથે છતાં અલગ
આ સંબંધ એવા કપલ માટે છે જે એકબીજાને પ્રેમ કરે છે પરતું એક સાથે રહેતા નથી. બંનેની પાસે પોતાનું જગ્યા, ઘર અને દિનચર્યાઓ હોય છે, આજની પેઢી પોતાની સ્વતંત્રતા સાથે એક અલગ સંબંધ જાળવવાની એક નવી રીત આપી રહી છે.
- ઓપન મેરેજ
આવા લગ્નમાં બંને યુગલ એકબીજાની સંમતિથી અન્ય લોકો સાથે રોમાંટિક અથવા જાતીઓ સંબંધમાં રહી શકે છે. આ સંબંધ વિશ્વાસ, પ્રમાણિકતા અને પરિપક્વ વિચાર પર આઘારિત હોયસ પણ છુપાયેલું નથી.
- સગવડતાભર્યા લગ્ન
આ લગ્ન લાગણી કરતા વ્યાહરિક જરૂરિયાતો પર વધારે આધારિત હોય છે. આમાં કરિયર, નૈતિકતા આર્થિક સુરક્ષા અથવા સામાજિક દરજજાને ધ્યાનમાં રાખીને રચાય છે. પ્રેમ ઓછો, પરતું હેતું સાફ હોય છે.
- કરાર આધારિત લગ્ન
જેમ નોકરીમાં કરાર હોય છે, તેવી જ રીતે હવે કેટલાક યુગલો ચોકકસ સમયગાળા માટે લગ્ન કરે છે. થોડા વર્ષ પછી યુગલ પોતાના સંબંધને રિન્યૂ કરી શકે છે અથવા અલગ થવાનો વિકલપ પસંદ કરી અને કોઇપણ મુશ્કેલી વિના થઇ શકે છે.
આ પણ વાંચો:છોકરીએ લગાવ્યો ચૂનો, ડેટિંગ પર થયો યુવકને કડવો અનુભવ
આ પણ વાંચો:‘ઘર સંભાળીશું, સંતાન ઉછેરીશું’, કેમ કેટલાક પુરૂષો ‘હાઉસ હસબન્ડ’ બનવા રહે છે તૈયાર
આ પણ વાંચો:મોબાઈલની લતે છીનવી લીધું છે બાળકોનું બાળપણ, આ રીતે સુધારી શકો છે તેમનું જીવન
