Not Set/ પહેલી T-20 માં ભારતની હાર, ઇંગ્લેન્ડનો 7 વિકેટે વિજય

નવી દિલ્હીઃ કાનપુરના ગ્રીન પાર્ક મેદાનમાં રમાય રહેલી ટી 20 મેચમાં ભારતે આપેલા 147 રનના લક્ષ્યનો પિછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે 18.1 ઓવરમાં 3 વિકેટે 148 રન બનાવી  મેચ જીતી લીધી હતી. ઈંગ્લેંડ તરફથી ઇયોન મોર્ગન આક્રમક 51 રન બનાવ્યા હતા. રૂટ પણ 46 રને નોટઆઉટ રહ્યો હતો.  સેમ બિલિંગ્સ 22 તેમજ જેસન રોય 19 રને […]

Uncategorized

નવી દિલ્હીઃ કાનપુરના ગ્રીન પાર્ક મેદાનમાં રમાય રહેલી ટી 20 મેચમાં ભારતે આપેલા 147 રનના લક્ષ્યનો પિછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે 18.1 ઓવરમાં 3 વિકેટે 148 રન બનાવી  મેચ જીતી લીધી હતી. ઈંગ્લેંડ તરફથી ઇયોન મોર્ગન આક્રમક 51 રન બનાવ્યા હતા. રૂટ પણ 46 રને નોટઆઉટ રહ્યો હતો.  સેમ બિલિંગ્સ 22 તેમજ જેસન રોય 19 રને આઉટ થયા હતા.

ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 147 રન કર્યા હતા. ભારતના કોઇ બેટસ્ટમેન મોટો સ્કોર કરવામાં સફળ રહ્યો નહોતો. ભારત તરફથી  ધોનીએ 36 રન અને રૈનાએ 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

ઇંગ્લેન્ડે ટૉસ જીતીને ભારતને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જેમા પહેલા બેટિંગની શરૂઆત કરતા વિરાટ કહોલી 29, લોકેશ રાહુલે 8, યુવરાજસિંહ 12, રેૈના 34 અને પાંડે 3 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગ્રીન પાર્ક મેદાન કાનપુરમાં ત્રણ T-20 મેચની સીરિઝની પહેલી મેચ રમાઇ રહી છે. જેમા ભારતની ટીમ પહેલા બેટિંગ કરવા માટે ઉતરી છે.