Fashion News/ વાળમાં બર્ગન્ડી રંગ લગાવવા કેમિકલવાળી નહીં, ઘરે જ બનાવો ડાય; લહેરાતા વાળથી સૌ કોઈ મોહી ઉઠશે

જો તમે તમારા વાળને બર્ગન્ડી રંગ (Burgundy Colour)માં રંગવાનું વિચારી રહ્યા છો, તો તમે ઘરે જ તમારા વાળ રંગી શકો છો અને તે પણ બધી કુદરતી વસ્તુઓથી.

Trending Fashion & Beauty Lifestyle

Fashion & Beauty: આજકાલ છોકરીઓથી લઈને છોકરાઓ સુધી દરેક વ્યક્તિ ફેશનેબલ (Fashionable) અને સ્ટાઈલિશ (Stylish) દેખાવા માંગે છે. ખાસ કરીને જો આપણે વાળ વિશે વાત કરીએ તો દરેક વ્યક્તિ અલગ અલગ રંગ (Hair Colour) કરાવીને પોતાનો લૂક કૂલ બનાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. પરંતુ આ કેમિકલ (Chemical) વાળને થોડા સમય માટે જ સુંદર બનાવે છે. જો તમે તમારા વાળને બર્ગન્ડી રંગ (Burgundy Colour)માં રંગવાનું વિચારી રહ્યા છો, તો તમે ઘરે જ તમારા વાળ રંગી શકો છો અને તે પણ બધી કુદરતી વસ્તુઓથી.

વાળને બર્ગન્ડી રંગ (Burgundy Colour)થી રંગવા માટે આ રીત તમારા સ્કેલ્પ (Scalp) માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમારા વાળનો રંગ ઝાંખો પડવા લાગે છે તો તમે કોઈ પણ બીજો રંગ ઈચ્છો ત્યારે લગાવી શકો છો અને તે પણ ખૂબ જ સરળતાથી.

Nisha Mehandi burgundy hair Color honest review+demo |Burgundy HairColour  At home | henna hair dye

બર્ગન્ડી કલર બનાવવા માટેની સામગ્રી

મહેંદી – 2 વાટકી

ચાના પાન – 3 ચમચી

બીટની પેસ્ટ – 1 વાટકી

મીઠો લીમડો – 10-15

પાણી – 2 ગ્લાસ

આવી રીતે તૈયાર કરો બર્ગન્ડી મહેંદી

  • સૌપ્રથમ એક તપેલી લો એમાં 2 ગલાસ પાણી, મીઠો લીમડો અને ચાના પાન નાખીને 15 મિનિટ સુધી ઉકાળો.
  • બાદમાં ગેસ બંધ કરી પાણીને ઠંડુ કરવા માટે છોડી દો.
  • હવે એક પેનમાં 2 વાટકી મહેંદી અને બીટની પેસ્ટને સારી રીતે મિક્સ કરી દો.
  • તમે આ પેસ્ટને 1 કલાક સુધી ઢાંકીને રાખો.
  • બાદમાં વાળ પર સારી રીતે માસ્કની જેમ લગાવો અને 1-2 કલાક સુધી સુકાવા દો.
  • જો તમે ડાર્ક બર્ગન્ડી કલર આપવા માંગો છો તો તમે બીટની પેસ્ટનું પ્રમાણ વધારી દો.
  • છેલ્લે મહેંદી સુકાઈ જાય પછી વાળ ધોઈ નાખો.

Nisha mehandi बालों में लगाने का सही तरीका | Nisha henna based hair Colour  review | Nisha hair color - YouTube

વાળમાં બીટની પેસ્ટ લગાવવાના ફાયદા

બીટમાં વિટામિન, ખનીજતત્વો અને એન્ટિઓક્સિડેંટ્સ મળે છે, જે આપણા વાળ અને માથું બંને માટે ખૂબ જ ફાયદાકારક હતા. જે રીતે હોઠને ગુલાબી અને સુંવાળા બનાવવા બીટનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ રીતે કલર કરવા માટે પણ બીટનો ઉપયોગ કરી શકાય છે.

ચાના પાનનું પાણી લગાવવાના ફાયદા

તમે જોયું હશે કે ઘણી સ્ત્રીઓ પોતાના વાળમાં કલર કરવા માટે ચાના પાનનો ઉપયોગ કરે છે. જેથી આ પાણીની માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ મળી આવે છે જે તમારા ફોલિકલ્સ (Follicles)ને મજબૂત બનાવે છે અને વાળ સુંદર બનાવે છે. આ સિવાય ચાના પાનના ઉપયોગ કરી વાળને કાળા રાખવામાં મદદ કરે છે, જેથી તમે કેમિકલવાળા હેયર ડાય લગાવાથી બચી શકો છો.

14 Burgundy Hair Colours To Add Depth To Your 'Do | Rush Hair & Beauty


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગર્ભાવસ્થામાં વાળ ખરવાથી કંટાળી ગયા છો? 5 ઘરેલૂ ઉપાય કરી વાળનો જથ્થો વધારો

આ પણ વાંચો:લીવરને દારૂની જેમ નુકસાન પહોંચાડતા આ 5 ફૂડથી રહો દૂર

આ પણ વાંચો:હીટ સ્ટ્રોકના લક્ષણો ઓળખી પોતાને આ રીતે બચાવજો