Ahmedabad News: અમદાવાદમાં ચંડોળા તળાવમાં (Chandola Pond) બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Infiltators) સામે મેગા ડિમોલિશનની (Mega Demolition) કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કોંગ્રેસ (Congress) પર ચંડોળા તળાવમાં ડિમોલિશનની કાર્યવાહી રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા (Social Media) પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે કોંગ્રેસનો ઘૂસણખોરોને સલામત રાખવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો છે. કોંગ્રેસ ઘૂસણખોરોની એજન્ટ છે. એટલે જ ઘૂસણખોરોને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે.

તેમણે લખ્યું, “ન્યાય થયો છે! ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ પર સરકારની કાર્યવાહી વિરુદ્ધ કોંગ્રેસના સમર્થકોની અરજીને ફગાવી દીધી છે. બાંગ્લાદેશીઓ/પાકિસ્તાનીઓને બચાવવાનો તેમનો એજન્ડા નિષ્ફળ ગયો છે.”

અમદાવાદના ચંડોળામાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા બાંગ્લાદેશીઓને બહાર કાઢવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ચંડોળામાં આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની ગતિવિધિઓ ચાલી રહી છે. સવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ચંડોળા આવી પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરીની માહિતી લીધી હતી. જે બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ ચંડોલા પહોંચ્યા હતા અને તેમણે પણ અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી લીધી હતી. આ ઉપરાંત તેમણે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ હર્ષ સંઘવીએ તોડફોડના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર ચંડોળામાં ડિમોલિશનની કાર્યવાહી રોકવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેણે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે ઘુસણખોરોને સુરક્ષિત રાખવાનો એજન્ડા નિષ્ફળ ગયો છે. હાઈકોર્ટે કોંગ્રેસની સહાનુભૂતિની અરજી ફગાવી દીધી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં મોટાભાગના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. ઘણો બધો હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે. અન્ય મકાનો તોડવાના બાકી છે. બીજી તરફ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ ચંડોળા પહોંચ્યા હતા. તેમણે ડિમોલિશન સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે
આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ
આ પણ વાંચો:દ્વારકામાં હનુમાન મંદિરનું પુન:સ્થાપન, ડિમોલિશન થતાં મંદિર મળી આવ્યું
