Not Set/ અંબાજીમાં ઉર્જાની બચત કરતા પંખા અને ટ્યુબાલઇટ ખરીદવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

અંબાજીઃ સમગ્ર દેશમાં વીજ બચતની સાથે નાણાં બચતનાં અભીગમ સાથે દેશ ભરમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એલ.ઇ.ડી. બલ્બનાં વેંચાણની સફળતા બાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજથી વીજ બચતને વધુ મજબુત થાય છે. માટે ઉર્જાની બચત કરતા પખા અને એલ.ઇ.ડી. ટ્યુબ લાઇટનું વેંચાણ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ શરૂઆત કરવવામાં આવ્યું હતું.. […]

Uncategorized

અંબાજીઃ સમગ્ર દેશમાં વીજ બચતની સાથે નાણાં બચતનાં અભીગમ સાથે દેશ ભરમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એલ.ઇ.ડી. બલ્બનાં વેંચાણની સફળતા બાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજથી વીજ બચતને વધુ મજબુત થાય છે. માટે ઉર્જાની બચત કરતા પખા અને એલ.ઇ.ડી. ટ્યુબ લાઇટનું વેંચાણ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ શરૂઆત કરવવામાં આવ્યું હતું..

જેનાં પગલેં યાત્રાધામ અંબાજી ખાતે પણ ગ્રાહકોને રાજ્ય સરકારની ઉજાલા ગુજરાત યોજના અંતરગત પંખા અને એલ.ઇ.ડી ટ્યુબ લાઇટનું વિતરણ સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. જેને નાયબ કાર્યપાલ ઇન્જનેર સહીત વીજ કર્મચારીઓ ઉપસ્થીત રહી વીજ ગ્રાહકોને સમજણ સાથે પંખા અને ટ્યુબ લાઇટનું વિતરણ કર્યુ હતુ. જોકે અંબાજી ક્ષેત્રમાં 70 હજાર ઉપરાંત એલ.ઇ.ડી બલ્બનાં વેંચાણની સફળતાં બાદ પંખા અને ટ્યુબ લાઇટનાં વેંચાણમાં સારો પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા અધીકારીઓ રાખી રહ્યા છે.

ગ્રાહકો પણ જાણે આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય તેમ શુક્રવારથી પંખા અને ટ્યુબ લાઇટની વેંચાણ કામગીરી હાથ ધરાતાં ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.