Ahmedabad News/ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વ્હેલની એમ્બરગ્રીસ સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં વ્હેલ (Whale)ની એમ્બરગ્રીસ (Ambergris)ને ઝડપી શહેર ક્રાઈમ બ્રાન્ચે 4 ઈસમોની ધરપકડ કરી 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ને મોટી સફળતા મળી છે. વ્હેલની એમ્બરગ્રીસ (Whale’s Ambergris)ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. વ્હેલની એમ્બરગ્રીસ સાથે 4 ઈસમો ઝડપાયા છે, એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માગ હોવાથી એમ્બરગ્રીસની મોટી માત્રામાં હેરાફેરી થતી હતી. ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 2.904 કિલોગ્રામ માછલીની એમ્બરગ્રીસ ઝડપી પાડી 4 ઈસમોને રંગે હાથ ઝડપ્યા છે. મુખ્ય આરોપી આમીર જથ્થો વેચવા શહેરમાં ફરતો હતો, ઉસમાન શેખ, સહાદતઅલી ઉર્ફે બાબુ રંગરેઝ, હનીફ સઈદ શેખ, આમીર મનસુરીની પણ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસ અગાઉ ભાવનગર જિલ્લામાંથી વ્હેલની ઉલટી (Ambergris)માંથી ઉત્પન્ન થતો પદાર્થ એમ્બરગ્રીસ ઘણી વખત જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુપ્ત માહિતીના આધારે, ભાવનગર SOG પોલીસે કરોડોની કિંમતનો એમ્બરગ્રીસ (Ambergris) જપ્ત કર્યો છે. એમ્બરગ્રીસ સાથે એક વ્યક્તિ પકડાયા બાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. વ્હેલના આંતરડામાં ઉત્પન્ન થતો મીણ જેવો પદાર્થ; ખાસ કરીને પરફ્યુમ અને ચાઇનીઝ દવાઓ બનાવવામાં વપરાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રમકડાં અને ખાદ્ય પદાર્થમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપ્યું

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની કરી ધરપકડ

આ પણ વાંચો:સૌથી મોટું જુગારધામ ઝડપાયું, લોકલ ક્રાઈમ બ્રાન્ચે 26 જુગારીઓની ધરપકડ