Ahmedabad News/ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આ 2 તારીખે યોજાશે IPL મેચ, મેટ્રો ટ્રેનના સમયમાં મોટા ફેરફાર

મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે 11.40 કલાકે અને મધ્યરાત્રિના 12.10 કલાકે બે વધારાની ટ્રેન સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે ઉપર દર્શાવેલ IPL મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે.

સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.

૧. સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ ₹ ૫૦ રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોની બંને લાઇન પરના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી માટે થઈ શકશે.

૨. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિ ના ૧૦:૦૦ વાગ્યા પછી માન્ય રહેશે નહીં.

3. રાત્રિના ૧૦:૦૦ વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે.

૪. સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.

૫. જાહેર જનતાને નોંધ લેવા નમ્ર વિનંતી છે કે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ જ રહેશે.

૬. ઉપર જણાવેલ તારીખો દરમ્યાન અમદાવાદમાં મેટ્રો ટ્રેન દર ૮ મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી દર ૬ મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે.

૭. મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઉપડવાનો સમય મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યાનો રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભક્તોને મળશે ‘ગોલ્ડ લોકેટ’, આ મંદિરે શરૂ કરી અનોખી યોજના

આ પણ વાંચો:ટ્રમ્પનું ‘ગોલ્ડન વિઝા’ સુપરહિટ! એક જ દિવસમાં 1000 કાર્ડ વેચાયા, દરેક કાર્ડની કિંમત 43 કરોડ રૂપિયા હતી

આ પણ વાંચો:બોલો હવે યુટ્યુબના સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન પણ નકલી! કારીગર3500માં ઘરે બેઠા કરી આપેછે બટનની ડિલીવરી