Pakistan News/ પાકિસ્તાનમાં ડરનો માહોલ ! પાક રાષ્ટ્રપતિએ અડધી રાત્રે સંસદમાં બોલાવ્યું કટોકટી સત્ર

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ આસિફ અલી જરદારીએ શનિવાર અડધી રાત્રે મોટો નિર્ણય લીધો હતો. સોમવારે સાંજે 5 વાગ્યે સંસદમાં કટોકટી સત્ર બોલાવ્યું હતું.

World Top Stories

Pakistan news જમ્મુ કાશ્મીરમાં આવેલાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Terrorist attack)  પછી ભારત (india) અને પાકિસ્તાન (pakistan)  વચ્ચે તકરાર વધુ તેજ બની છે. તેવામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ (President) આસિફ અલી જરદારીએ શનિવાર અડધી રાત્રે મોટો નિર્ણય લીધો હતો. સોમવારે સાંજે 5 વાગ્યે સંસદમાં આપાત સત્ર બોલાવ્યું હતું.

પાકિસ્તાની સરકારે જાહેર કરેલા આધિકારિક નિવેદન મુજબ ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 54ની ધારા (1) દ્વારા પ્રદાન કરાયેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ સંસદ ભવન ઈસ્લામાબાદમાં સોમવારે 5મે 2025ના રોજ રાષ્ટ્રીય બેઠક બોલાવી હતી.

અહેવાલો મુજબ આગામી સત્ર મુખ્ય રુપે પાકિસ્તાન અને ભારત વચ્ચે ખરાબ થયેલા રાજનૈતિક સંબંધોને ધ્યાને રાખીને કરવામાં આવશે. જેમાં સિંધુ જળ સંધિ (IWT)ને રદ કરવાના ભારતના હાલના નિર્ણય પર વિશેષ જોર આપવામાં આવશે. પાકિસ્તાની મીડિયા મુજબ પાકિસ્તાનની સરકાર ભારતની કાર્યવાહીનો જવાબ આપવા માટે નેશનલ એસેંબલીમાં કાર્યવાહી દરમિયાન સખત ટીકા પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી છે.

પહલગામ હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ

આ બેઠક એવા સમયમાં થવા જઈ રહી છે. જ્યારે ભારત દ્વારા આતંકવાદીઓને આશ્રય આપનારા પાકિસ્તાન પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને જવાબી કાર્યવાહીની માંગણી તીવ્ર બની છે. તમને જણાવી દઈએ કે, પહલગામ હુમલામાં 25 સહેલાણીઓ સહિત 26 લોકોને ગોળી મારીને તેમની હત્યા કરી નખાઈ હતી. આ હુમલાને અંજામ આપનારા 2 આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા હતા. ભારત સરકારે આ હુમલાને ‘સીધું યુદ્ધ જેવું કૃત્ય’ ગણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લાહોરમાં આતંકવાદી હાફિઝ સઈદનું ગુપ્ત ઠેકાણું મળી આવ્યું, ખુલ્લામાં રહે છે આરામથી,જુઓ ફોટો

આ પણ વાંચો:પહેલગામ આતંકવાદી હુમલામાં લશ્કર ચીફ હાફિઝ સઈદની ભૂમિકાનો ખુલાસો

આ પણ વાંચો:હાફિઝ સઈદના પુત્રએ કાશ્મીરની આઝાદી માટે લીધા શપથ, પીએમ મોદીનું પણ લીધું નામ