Sabarkantha news આજે પણ દેશમાં ઘણી જગ્યાઓ પર બાળકો (Children) પર અત્યાચાર (Torture) કરવામાં આવતો હોય છે. બાળકોનું શારિરીક કે માનસિક (Mental) શોષણ ન થાય તે માટે પોક્સો જેવી કલમો પણ બંધારણમાં હોવા છતાં બાળકો પર અત્યાચારો થયા હોવાનું સામે આવતું રહે છે. બાળવિવાહ, બાળકો પાસેથી મજૂરી કરાવવી, ભીખ મંગાવવી જેવા કૃત્યો ગુનેગાર તત્વો દ્વારા કરાતા હોય છે. જે આપણે અવારનવાર સમાચારોમાં વાંચતા હોઈએ છીએ.
બાળકો પર અત્યાચાર કરાયા હોવાનો એક કિસ્સો સાબરકાંઠામાંથી સામે આવ્યો છે. સાબરકાંઠાના એક મદરેસામાં બાળકો પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રાંતિજની એક મદરેસામાં બાળકો પર અત્યાચાર કરાતો હતો. ત્યારે 33 બાળકોને મેડિકલ ચેકઅપ માટે બાળ સુરક્ષામાં મોકલી દેવામાં આવ્યા છે.
મદરેસાના 33 બાળકોનું સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. 7 જેટલા બાળકોના શરીર પર મારનાં નિશાન જોવા મળ્યા હતા. તો 8 બાળકોને મારનો દુખાવો થયેલો હોવાનું સામે આવ્યું હતું. મદરેસામાં બાળકો પર મૌલવીઓ દ્વારા જુલ્મ ગુજારતા 8 બાળકો અડધી રાત્રે ભાગ્યા હતા અને રેલ્વે સ્ટેશને આવી પહોંચતા રેલવે પોલીસે આ બાળકોને આશરો આપીને વધુની કાર્યવાહી કરી હતી. પોલીસે 3 મૌલવીઓ સામે ગુનો નોંધીને તેમને જેલભેગા કર્યા હતા.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
