Surendranagar News: સુરેન્દ્રનગરના સાયલાના વાટાવચ્છ ગામે એસએમસીએ રેડ પાડી છે. એસએમસીએ આ દરોડામાં 1.67 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્તો કર્યો છે. આ સ્થળે દારુનું કટિંગ ચાલતું હતું તે દરમિયાન જ એસએમસીએ રેડ કરી હતી.
એસએમસીએ આ રેડમાં બે શખ્સની ધરપકડ કરી હતી અને એક શખ્સ ભાગી ગયો હતો. આ ઉપરાંત વિદેશી દારુ, ટ્રક અને પિકઅપ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. સપ્તાહ પહેલા પણ એસએમસીએ એક કરોડ રૂપિયાનો દારુ પકડ્યો હતો.
આમ વધુ એક વખત એસએમસીએ વાટાવચ્છ ગામે રેડ પાડી હતી. દારૂ કાંડમાં મહિલા પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને નવ પોલીસ કર્મચારીઓની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ SMCની ટીમ દ્વારા સાયલાના ઢાંકણીયા પાસેથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનું કટીંગ ચાલુ હતું તે દરમિયાન ઝડપી પાડવામાં આવ્યું હતું. બીટ જમાદાર સહિત ડી સ્ટાફમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીની સામુહિક બદલી કરવામાં આવી છે. આમ સાયલા વિસ્તાર હવે દારૂને લઈને વધુને વધુ પ્રમાણમાં બદનામ થઈ રહ્યો છે.
સાયલા વિસ્તારમાં થોડા દિવસોમાં જ એસએમસી દ્વારા કેમિકલ તેમજ ઇંગલિશ દારૂ મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જ આઈ જીના આદેશને લઈ સુરેન્દ્રનગર એસપીએ મોટો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: રાજ્યમાં કૃષિ પાકોને લઈને હવામાનની આગાહી
આ પણ વાંચો: Kutchમાં હવામાનની આગાહી કરતી કચેરીમાંથી નિકળ્યો અંગ્રેજી દારૂ, પટ્ટાવાળો વેચી રહ્યો હતો દારૂ..!
