Delhi news સુપ્રિમ કોર્ટે (Supreme court) ગેંગરેપના મામલે એક મહત્વપૂર્ણ ટિપ્પણી (Comment) કરી છે. સુપ્રિમ કોર્ટે (Supreme court) સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગેંગરેપ કેસમાં દરેક આરોપીને ગુનેગાર (accused) ઠરાવવા માટે દરેક આરોપી દ્વારા દુષ્કર્મની સમગ્ર ઘટનાનો સચોટ પુરાવો રજૂ કરવાની જરુર નથી. કોર્ટે જણાવ્યું કે, દુષ્કર્મ ભલે એક આરોપીએ કર્યું હોય પરંતુ આ કૃત્યમાં શામેલ અન્ય લોકોને પણ જવાબદાર ગણવા જોઈએ અને એક જેવી જ સજા કરવી જોઈએ.
સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજય કરોલ અને કેવી વિશ્વનાથનની બેન્ચે એક આરોપીની અરજીને ખારિજ કરતા ચુકાદો સંભળાવ્યો હતો. આરોપીએ દાવો કર્યો હતો કે, પીડિતા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં અન્ય આરોપીઓની સાથે તેનું નામ નહોતું લેવામાં આવ્યું. આરોપીએ દાવો કર્યો હતો કે, ગુનામાં તેની ભૂમિકા મુખ્ય આરોપીની મદદ કરવા સુધીની જ હતી.
કોર્ટે આ મામલે સુનવણી કરી હતી કે, અપરાધીની અરજી રદ કરતા ધારા 376(2) (જી) હેઠળ ગેંગરેપના કેસમાં એક આરોપી દ્વારા કરાયેલો ગુનો ગેંગના દરેક સભ્યોને સજા અપાવવા માટે પૂરતું છે. પરંતુ શરત એટલી કે, તે દરેકે સમાન ઈરાદાથી આ કૃત્ય કર્યું હોય. સુપ્રિમ કોર્ટે કહ્યું કે,ધારા 376 (2) (જી)ના આરોપમાં એકસમાન આરોપ હતો.
સુપ્રિમ કોર્ટે આરોપીની અરજીને રદ કરતા અગાઉના નિર્ણયોનો હવાલો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, IPCની ધારા 376 (2)(જી) હેઠળ કાર્યવાહી પક્ષે ગુનો સાબિત કરવા માટે પુરાવો રજૂ કરવો પડશે કે, એકથી વધારે આરોપીઓએ મળીને આ ગુનો કર્યો હતો. તો એવામાં દુષ્કર્મ એક આરોપીએ પણ કર્યું હોય તો બધા આરોપીઓ ગુનેગાર ગણવામાં આવશે. કાર્યવાહી પક્ષ આ માટે આરોપી દ્વારા દુષ્કર્મના ગુનાનો પુરાવો રજૂ કરવાની જરુર નથી.
આ પણ વાંચો:પાકિસ્તાન ભારતની તૈયારીઓથી ગભરાઈ ગયું, રાત્રે મોટા નિર્ણયો લેવા લાગ્યા
આ પણ વાંચો:અમૃતસરમાં બે જાસૂસોની ધરપકડ, પાકિસ્તાનને સેનાની ગુપ્ત માહિતી લીક કરી રહ્યા હતા
