Weather News/ વડોદરામાં વાવાઝોડા સાથે થયો ભારે વરસાદ, 45 વાહનો દબાયા, 3 મોત અને 7 ઈજાગ્રસ્ત

વડોદરા શહેરમાં સોમવારના રોજ મોડી સાંજે 6થી 6:30 વાગ્યા દરમિયાન ભારે 80 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું.

Gujarat Vadodara

weather news વડોદરા શહેરમાં સોમવારના રોજ મોડી સાંજે 6થી 6:30 વાગ્યા દરમિયાન ભારે 80 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં 100થી વધુ વૃક્ષો ધરાશાઈ થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં 45 જેટલી ગાડીઓ દબાયા હતા. મળતી માહિતી મુજબ વાહનમાં એક દંપતિ સહિત કુલ 7 લોકોનું પોલીસ અને ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યું હતું. તો બીજી તરફ સુભાનપુરા વિસ્તારમાં વાયર તૂટી ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે કરંટ લાગવાથી એક વ્યક્તિ અને એક શ્વાનનું મોત પણ થયું હતું.

લાલ બાગ તરફ જતા એક બસ કંડક્ટરને કરંટ લાગવાથી અને સોમા તળાવ દર્શનમ કોમ્પલેક્સ પાસે રીક્ષા પર હોર્ડિંગ પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. કુલ 7 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો એક ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતા 127 વીજ ફીડર બંધથી થઈ જતા અંધારુ ફેલાઈ ગયું હતું. શહેરમાં ગાજવીજ સાથએ 30 મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો. શહેરમાં સાંજના સમયે 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણ ધૂળિયું થઈ ગયું હતું. જેના લીધે લોકો ભારે હેરાન થયા હતા.

શહેર સહિત જિલ્લામાં વાવાઝોડા સાથે થયેલા વરસાદથી કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ કોઈ સ્થળે નુકશાન થયું હોય તો તાલુકાતંત્રને તેની જાણ જિલ્લા ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરને તાત્કાલિક જાણ કરવા આદેશ આપ્યો હતો. તેમજ કોઈ પણ જાનમાલને નુકશાન થયું હોય તો તે સામે પગલાં લેવા જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદમાં વિનાશક વાવાઝોડાથી તારાજી સર્જાઈ, ઝાડ પડતા યુવતીનું મોત

આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો, અનેક વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લી જિલ્લામાં વીજળી પડતા બેના મોત