Dahod News: દાહોદ (Dahod)નાં ચિલાકોટા મેડા ફળિયામાં આગ (Fire)ની ઘટના બનવા પામી છે. 25થી વધુ કાચા-પાકા મકાનોમાં આગ લાગી છે. ફળિયામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. ફાયરની ટીમે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો છે. બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. વાવાઝોડાનાં કારણે આગ ફેલાતા 25 જેટલા મકાનો આગની ચપેટમાં આવી ગયા છે.
આ પણ વાંચો:મોરબીમાં પેપરમિલમાં આગ ભભૂકી ઉઠી, કરોડોનો માલ નાશ પામ્યો
આ પણ વાંચો:અમદાવાદમાં 2 આગની ઘટના, ફાયર વિભાગે આગને બુઝાવવાની કરી કામગીરી
આ પણ વાંચો:રાજસ્થાનના અજમેરમાં એક હોટલમાં ભીષણ આગ, 4 લોકોના મોત
