Gujarat News/ પાક. પર એર સ્ટ્રાઈકના લીધે રાજકોટ, જામનગર, ભૂજ જતી ફ્લાઈટ્સ રદ

પાક પર એર સ્ટ્રાઈકના લીધે રાજકોટ, ભુજ, જામનગરની એર ઈન્ડિયાની ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે.

Gujarat Others

Gujarat news પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈકના લીધે ભારતની ફ્લાઈટ્સ પર તેની અસર જોવા મળી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ, ભુજ, જામનગરની એર ઈન્ડિયાની ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. તેમજ અમદાવાદ એરપોર્ટથી ભૂજ, જામનગર તરફ જતી ઘણી ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે.

શ્રીનગર સિવાય 11 એરપોર્ટની કામગીરી બંધ કરી નાખવામાં આવી છે. તો જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ, બિકાનેર, જોધપુર, રાજકોટ, ધર્મશાલા, અમૃતસર, ભુજ તેમજ જામનગર એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના લીધે હવાઈ મુસાફરી પ્રભાવિત થતી જોવા મળી છે. અમૃતસર અને ચંદીગઢ એરપોર્ટ બંધ કરી નખાયા છે. દિલ્હીથી કુલ 95 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. દિલ્હીથી વિદેશ તરફ જતી 113 ફ્લાઈટ્સ મોડી થઈ છે.

એર સ્ટ્રાઈક અંગે એરલાઈન્સ કંપનીઓએ માહિતી આપી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, જમ્મુ, શ્રીનગર,લેહ સહિતના 9 એરપોર્ટ પર જતી ફ્લાઈટ આજે બપોરે 12 વાગ્યા સુધી રદ કરી દેવામાં આવી છે. તો એરલાઈન્સ કંપનીઓએ ફ્લાઈટની સ્થિતિ ચકાસ્યા પછી તેમના પેસેન્જરોને ત્યાર પછી જ એરપોર્ટ પર જવાની વિનંતી કરી છે. જે માટે હેલ્પલાઈન નંબરો આપવામાં આવ્યા છે.

ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઈકના લીધે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 11 જેટલી ફ્લાઈટ રદ કરી નખાઈ છે. 7મે ના રોજ ઈન્ડિગો ને એર ઈન્ડિયાની 11 ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે. જેના કારણે રાજકોટ એરપોર્ટ પર 15000 તો હવાઈ યાત્રા કરતા 1700 જેટલા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેથી 3200 જેટલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે. તો રાજકોટથી મુંબઈ તરફ જતી 5 ફ્લાઈટ, દિલ્હી અને પુણે તરફ જતી 2 અને હૈદરાબાદ અને બેંગ્લોરની 1 ફ્લાઈટ રદ કરી નાખવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Operation Sindoor: ભારતના હવાઈ હુમલા બાદ અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલા પણ થઈ હતી મોક ડ્રીલ, 1965-1971માં શું થયું હતું…

આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક