Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. GCA ને પાકિસ્તાનથી એક ઈમેલ મળ્યો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ થોડા સમય પહેલા GCA ને મળ્યો હતો અને તેની માહિતી અમદાવાદ પોલીસને આપવામાં આવી હતી. આ સંદર્ભમાં, અમદાવાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે સ્ટેડિયમની તપાસ કરી છે.
આ અંગે એક વરિષ્ઠ IPS અધિકારીએ જણાવ્યું હતું કે આ ઇમેઇલ પાકિસ્તાનથી જેકેના નામે આવ્યો હતો અને એક લાઇનમાં લખ્યું હતું કે ‘We Will Blast Your Studium’. આગામી દિવસોમાં IPL મેચો યોજાવાની છે અને આ ઇમેઇલને હળવાશથી લેવાને બદલે, હવે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો ખાતમો
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર નામ શા માટે પસંદ કરવામાં આવ્યું?
આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક
