Pakistan news પાકિસ્તાનની સંસદનો એક વધુ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સાંસદે શાહબાઝ શરીફને કાયર કહ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પર પાકિસ્તાનના જ એક સાંસદે પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો. પાકિસ્તાની સાંસદ શાહીદ અહમદે શાહબાઝ શરીફને શિયાળ કહી દીધો હતો, તેમણે કહ્યું કે, શાહબાઝ શરીફ પીએમ મોદીનું નામ લેવાથી પણ ડરે છે.
સાંસદ શાહિદ અહેમદે શું કહ્યું?
પાકિસ્તાની સાંસદ શાહિદ અહેમદે કહ્યું, “મને ટીપુ સુલતાનનું એક વાક્ય યાદ આવે છે કે, જો સિંહોની સેનાનું નેતૃત્વ શિયાળ કરે છે, તો તે લડી શકતી નથી અને તેઓ યુદ્ધ હારી જાય છે. સરહદ પર ઉભેલા આપણા સૈનિકો અપેક્ષા રાખે છે કે, આપણે હિંમતથી લડીએ, પરંતુ જ્યારે તમારા પીએમ, તમારા નેતા કાયર હોય, તો તમે સરહદ પર લડનારાઓને શું સંદેશ આપશો?”
સંસદમાં તાહિર ઈકબાલ રડ્યા
આ પહેલા પણ એક સાંસદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં સાંસદ રડતા જોવા મળ્યા હતા. પાકિસ્તાની સાંસદ તાહિર ઇકબાલે કહ્યું, “હે ખુદા, આજે અમને બચાવો.” અમે પ્રાર્થના કરીએ છીએ કે, અલ્લાહ આપણા દેશનું રક્ષણ કરે અને આપણને એક રાખે.” તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવની ચરમસીમાએ છે. ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતે પાકિસ્તાનને તેની નાપાક પ્રવૃત્તિઓ માટે પાઠ ભણાવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ
જો આપણે તાજેતરની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો, ભારત-પાકિસ્તાન સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સતત ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરી રહ્યું છે. તે જ સમયે, ભારત પાકિસ્તાનના દરેક હુમલાનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. તે જ સમયે, પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિમાં આખો દેશ એકજુટ દેખાય છે, જ્યારે પાડોશી દેશના સાંસદોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનમાં, વિપક્ષી સાંસદો પોતે જ તેમના પીએમ પર કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો ખાતમો
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર નામ શા માટે પસંદ કરવામાં આવ્યું?
આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક
